(એજન્સી) રાયપુર, તા. ૩૦
રાયપુરમાં કેન્દ્રીય વિદ્યાલયની બાયોલોજી શિક્ષિકાએ કથિત રીતે પોતાના વિદ્યાર્થીઓને નિર્ભયા વિરૂદ્ધ ટીપ્પણી કરી હતી જે ગુના સમાન છે. શિક્ષિકાએ કથિત રીતે વિદ્યાર્થીઓને કહ્યું કે ભડકાઉ વસ્ત્રો પહેરવાથી નિર્ભયાકાંડ જેવા ગુનાઓ બને છે, નિર્ભયા રાતે બહાર ન નીકળી હોત તો તે બચી ગઈ હોત. જ્યારે આચાર્ય ભગવાન દાસ આહિરને જ્યારે એક નનામો પત્ર મળ્યો ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી હતી. આચાર્યે કહ્યું કે મને પહેલા તો અટકચાળો કરવાનો વિચાર આવ્યો પરંતુ ધોરણ ૯ અને ૧૧ ની વિદ્યાર્થીઓના માતાપિતાઓ સોમવારે શાળાના આચાર્યને મળ્યાં અને ફરિયાદ દાખલ કરાવી. શિક્ષિકાએ કથિત રીતે એવું કહ્યું હતું કે સુંદર ચહેરો ન ધરાવનાર છોકરીઓ જિન્સ પહેરતી હોય છે, લિપસ્ટિક લગાડતી હોય છે અને મોડી રાતે સુધી ભટકતી હોય છે. તેમણે કહ્યું હતું કે છોકરીઓ સાવ બેશરમ બની છે નિર્ભયાને મોડી રાત સુધી ઘર બહાર ભટકવાની શું જરૂર હતી. આ મુદ્દો કેમ બનાવવામાં આવ્યો તે સમજવું મુશ્કેલ છે. દૂરદરાજના વિસ્તારોમાં આવી ઘટનાઓ બનતી હોય છે. તેમણે વધારે કહ્યું કે ભૂલ છોકરાઓની નહીં પરંતુ નિર્ભયાની હતી. તેમણે કહ્યું કે આવી ઘટનાઓનો સામનો કરનાર છોકરીઓને શ્રાપ મળે છે અને તેમને સજા મળતી હોય છે.