(એજન્સી) તા.૧૧
એક જાણીતા અને પ્રસિદ્ધ ધાર્મિક વિદ્વાન મુંબઇના બાબા સતનામ દાસજીએ હૈદરાબાદમાં હોકી ગ્રાઉન્ડ ખાતે આયોજિત નેશનલ ઇન્ટિગ્રેશન કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. આ કોન્ફરન્સનું આયોજન જમિયત-એ-ઉલેમા ઓફ તેલંગાણા એન્ડ આંધ્રપ્રદેશ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સને સંબોધતાં બાબા સતનામ દાસે કહ્યું હતું કે ભારત દેશમાં ૧રપ કરોડ લોકોની વસતી રહે છે અને તે પોતાની વિવિધતા માટે જગતમાં પ્રસિદ્ધ છે. અહીં તમામ પ્રકારના ધર્મના લોકો તથા વિવિધ ભાષાઓમાં વાણીઉચ્ચાર કરતાં લોકો વસવાટ કરે છે. બધા સમુદાયના લોકો એકબીજા સાથે હળીમળીને નિર્દોષ ભાવે રહે છે. આપણા બધાની રચના એક જ ભગવાન દ્વારા કરવામાં આવી છે છતાં આપણે બધા એકબીજાથી અલગ અલગ છીએ. તેમણે કહ્યું કે કેટલાક લોકો હિન્દુ છે તો કેટલાક મુસ્લિમ છે, શીખ પણ છે તો ખ્રિસ્તી પણ છે. પરંતુ આપણે સૌ પહેલા તો એક માનવી છીએ. કોમવાદી તત્વો સામે જ્યારે લડતની વાત આવે ત્યારે આપણે સૌએ એકમંચ પર આવવાની જરુર છે. જેઓ આપણી વિવિધતાને ડામવાનો પ્રયાસ કરે છે અને આપણને ધર્મ તથા જાતિના નામે વહેંચવા માગે છે. તેમણે એક શીખ ગુરુનું કથન દોહરાવતાં કહ્યું કે સાચો રસ્તો એક જ છે એકતાનો રસ્તો, ભાઈચારાનો રસ્તો. તેમણે કહ્યું કે પરવાહ ના કરના અગર જમાના ખિલાફ હે રાસ્તા વોહી ચલના જો સીધા ઓર સાફ હે. આ વાક્ય અલ્લામા ઇકબાલે લખ્યું છે. તેમણે અલ્લામા ઇકબાલનું વધુ એક કથન કહ્યું કે મિટા દે અપની હસ્તી કો અગર કુછ મરતબા ચાહે કી દાના ખાક મે મિલ કર ગુલ-એ-ગુલઝાર હોતા હે. તેમણે એ પણ વાક્ય કહ્યું કે હજારો સાલ નરગિસ અપની બેનૂરી પે રોતી હે, બાદી મુશ્કિલ સે હોતા હે ચમન મેં દીદાર પેદા. જોકે બાબા સતમાને એક કૂતરાની કહાણી વિશે પણ સંભળાવીને કહ્યું હતું કે એકવાર એક મહિલાની અંતિમયાત્રામાં સેંકડો લોકો આવ્યા હતા એ દરમિયાન એક ૭૦ વર્ષીય પુરુષ પણ એક કૂતરા સાથે આવ્યો હતો. કેટલાક લોકોએ પૂછ્યું કે આ કૂતરાને સાથે કેમ લાવ્યા છો તો તેણે જવાબ આપ્યો કે આ કૂતરો સામાન્ય કૂતરો નથી તેને ઘરે છોડી દો તો તે મહિલાને પણ મારી નાખશે. સવાલ કરનાર વ્યક્તિ ઉત્સુક બની ગયો અને કહ્યું કે આ કૂતરો મને એક દિવસ માટે આપી દો. ત્યારે વૃદ્ધ વ્યક્તિએ કહ્યું કે જેવું તું વિચારે છે એવું અહીં હાજર સેંકડો લોકો વિચારે છે. તું કૂતરાને છોડ અંતિમયાત્રામાં ધ્યાન આપ. આવી જ રીતે સંકેત આપતાં બાબાએ મુસ્લિમ સમુદાયના લોકોને કહ્યું કે સત્તા પક્ષના લોકો શાસકો લોકશાહીને ડામવા માગે છે અને તમારે મુસ્લિમ ભાઇઓએ તેના પર ધ્યાન આપવાની જરુર જ નથી.