અમદાવાદ, તા.૧પ
કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકી હાલ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેર જિલ્લા કોંગ્રેસ માઈનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા ભરતસિંહ ઉપરાંત કોરોનાની સારવાર લઈ રહેલા તમામ દર્દીઓ વહેલીતકે સાજા થાય અને પુનઃ તંદુરસ્ત જીવન પ્રાપ્ત કરે તેવી લાગણી સાથે બાપુનગર ખાતે આવેલી હઝરત સામી સઈદની દરગાહ ખાતે સર્વધર્મના અગ્રણીઓએ સોશિયલ ડિસ્ટન્સ સાથે હાજરી આપી ચાદર ચઢાવી દુઆ કરી હતી. સાથે-સાથે સમગ્ર અમદાવાદ, ગુજરાત સહિત ભારતભરમાંથી કોરોના વિદાય લે તેવી પણ દુઆ કરી હતી. આ કાર્યક્રમમાં (મ્યુનિ.ના ઉપનેતા) તૌફીકખાન પઠાણ, મ્યુનિ. કાઉન્સિલર ઈકબાલ શેખ, એડવોકેટ ગુલાબખાન (ગુજરાત બાર કાઉન્સિલના સભ્ય), શહેર માઈનોરિટીના ચેરમેન ઝુલ્ફીખાન પઠાણ અને વાઈસ ચેરમેન ફારૂક શેખ, જયમન શર્મા, બ્રિજેશ બ્રહ્મભટ્ટ, ડૉ.અમીત નાયક, ઈમરાન ઘડયાલી, ઈસ્તિયાક અન્સારી, શરીફ ઘાંચી, હર્ષદ સોલંકી, કિરણ પરમાર, મુદસ્સર સૈયદ, જાવેદ ઘાંચી, યશરાજ ગોહિલ અને શની શર્મા વગેરેએ હાજર રહી કોમી એકતાની મિશાલ કાયમ કરી હતી.