(સંવાદદાતા દ્વારા)
આમોદ, તા.૧૫
આમોદનગર વેપારી એસોસિએશન દ્વારા ભરૂચના કાર્યપાલક ઈજનેરને નાળાનું કામ સમયસર પૂરૂં કરવા અને ડાયવર્જન આપવા રજૂઆત કરી છે. આમોદનગર વેપારી એસોસિએશને રજૂઆતમાં જણાવેલ છે કે, આમોદ ખાતે જીઈબી ઓફિસ પાસેથી આમોદ સમા હોટલ સુધીમાં રોડ ઉપર બે નાળા આવેલ છે જે હાલમાં નાળાનું રિપેરિંગ કામ ચાલતું હોવાથી તે રસ્તો બંધ છે જેથી તમામ વાહન આમોદ નગરમાંથી પસાર થાય છે. તેને લઈને ટ્રાફિકની સમસ્યા ખૂબ જ ઊભી થાય છે. જેથી આમોદ નગરમાં ખુબ જ તકલીફ હોવાથી તે નાળાનું કામ સમયસર પૂર્ણ કરવા તેમજ ત્યાં જ બાજુમાં ડાયવર્જન આપી આમોદ નગરજનોની સમસ્યા દૂર કરવા અમારી વેપારી એસોસિએશનની માંગ છે જેથી સમયસર નાળાનું કામ પણ ચાલે અને ત્યાં જ ડાયવર્જન હોવાથી આ ખૂબ જ રાહત મળે તેમ છે.
Recent Comments