ભરૂચ, તા.૧૩
ભરૂચના કેબલ બ્રિજ પરથી યુવક અને યુવતીની નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ અને તરવૈયાઓની ટીમે બંનેના મૃતદેહને બહાર કાઢ્યા હતા. ભરૂચ નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલ કેબલ બ્રીજ પરથી સવારના સમયે એક યુવક અને યુવતીએ નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી દીધી હતી.આસપાસના સ્થાનિકોએ આ દ્રશ્યો જોતા તેઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.પોલીસની ટીમે ઘટના સ્થળે આવી તરવૈયાઓની મદદથી શોધખોળ શરુ કરતા એક પછી એક એમ બન્નેના મૃતદેહ મળી આવ્યા હતાપોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવતી મૂળ ઝઘડીયાની અને હાલ ઝાડેશ્વરની રંગ કિશ્ના સોસાયટીમાં રહેતી શીતલ વશી તો યુવક નવસારીનો રહેવાસી વિકાસ રાજપૂત હોવાનું બહાર આવ્યું છે.બન્નેએ અંતિમવાદી પગલું શા માટે ભર્યું એનું સ્પષ્ટ કારણ જાણવા મળી શક્યું નથી જો કે પ્રેમ પ્રકરણમાં બન્નેએ જીવન લીલા સંકેલી હોવાની ચર્ચા ચાલી રહી છે.પોલીસે મૃતાક્નોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે.