ટંકારીઆ, તા.૯
ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામ પાસે ભરૂચ જવાના રસ્તા પાર ઇકો અને ઓટોરિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા આશીયાબાનુ મોહસીન કબીર નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
બનાવ ની વિગત એ છે કે ટંકારીઆ ગામના માજી સરપંચ ઇકબાલભાઇ કબીર ના પુત્ર મોહસીન તેમની ફેમિલી સાથે ભરૂચ તરફ આશરે સાંજે આશરે સવા સાત વાગ્યાના સુમારે જઈ રહ્યા હતા. તેઓ ટંકારીઆ પાસે નદીમ ગંગલના ફાર્મ પાસેથી પસાર થઇ રહ્યા હતા તે દરમ્યાન ભરૂચ તરફથી આવતી ઇકો ગાડી સાથે અકસ્માત સર્જાતા મોહસીનના ૬ વર્ષની પુત્રી નામે આશીયાબાનુનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું તથા મોહસીન ના માતા યાસ્મિનબેન ને માથામાં ગંભીર ઈજાઓ થઇ હતી જેમને ભરૂચ ખાતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત ની જાણ થતા ગામલોકો ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને તાત્કાલિક ભરૂચ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા. તથા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પાલેજ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.