(સંવાદદાતા દ્વારા)
ભરૂચ, તા.૧૮
ભરૂચ જિલ્લાના ભરથાણા ગામે તળાવમાં મગર હોવાની જાણ ગામના સરપંચ હંસાબેને વનવિભાગ ભરૂચ અને જિવદયા ગ્રુપને કરતા ભરથાના ગામે વનવિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મગરને પકડવા પાંજરૂ મુકવામા આવ્યું હતું માત્ર ૧ દિવસના સમયગાળામાં મગર પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો લીધો હતો. ઉલ્લેખનીય છે કે, ગામ લોકો તળાવનો ઉપયોગ રોજિંદા કામોની જરૂરિયાત માટે કરતા હોય છે તે હેતુથી મગર દ્વારા કોઇ નુકશાન ન થાય તે કારણે મગરને પકડવામાં આવ્યો હતો. ત્યારબાદ વનવિભાગ ભરૂચ દ્વારા રેવા નર્સરી નિલકંઠેશ્રવર ખાતે ઓબ્રઝર્વેશનમાં રાખવામાં આવેલ છે. ભરૂચ જિલ્લાના અસુરિયા ગામે ખેડુતના ખેતરમા સાડા છ ફુટ લાંબો અજગર આવી ગયો હોવાની બાતમી ગ્રામજનો એ વનવિભાગને કરતા વનવિભાગ અને જિવદયા ગ્રુપ ભરૂચ દ્રારા સ્થળ પર જઇ અજગર ને સહિ સલામત રીતે પકડી અજગર ને જંગલમા છોડવાની કામગીરિ હાથ ધરવામા આવી આ કામ મા વનવિભાગ તથા જીવદયા ગ્રુપના યોગેશ મિસ્ત્રી ,હિરેન શાહ તથા અજય મિસ્ત્રી દ્રારા અજગરને પકડી તેના કુદરતી રહેઠાણ મા છોડવાની કામગિરી કરવામા આવી હતી.