ભરૂચ,તા.ર૩
ભરૂચના મુલદ ટોલનાકા પર સુરતથી લોકો સૌરાષ્ટ્ર જતા વાહન ચાલકોએ ચક્કાજામ કર્યા હતા. સુરત લોકડાઉનની અસરથી લોકો માદરે વતન ખાનગી વાહનોમાં રવાના થયા હતા. કોરોના વાયરસના કહેર સામે લડત આપવા રાજય સરકારે ચાર મહાનગરોને લોકડાઉન કર્યા છે. લોકડાઉન થતાં જ શહેરમાંથી હજારો લોકોએ પલાયન કર્યું હતું. સુરત શહેરમાંથી સૌરાષ્ટ્ર જવા હજારો લોકો વાહનોમાં નીકળી પડયા હતા. આજે સુરતથી ભરૂચ વચ્ચેના નેશનલ હાઈવે ઉપર જીજે-પ પાસીંગની કારો, બાઈકો-સ્કૂટરો ઉપર તેમજ ટેમ્પો સહિતના ખાનગી વાહનોમાં લોકો બાળકો સહિત સામાન સાથે નીકળી પડયા હતા. સૌરાષ્ટ્ર તરફ જતા આવતા ગોલ્ડનબ્રિજ ભરૂચના સરદાર બ્રિજ કેબલ બ્રિજ પર વાહનોની લાબી કતારો લાગી હતી. ભરૂચ અંકલેશ્વરના મુલદ ટોલનાકા ઉપર જીજે.-પ પાસીંગની બાઈકો, કારો અને ખાનગી વાહનોની લાંબી કતારો લાગતા ચક્કાજામ થઈ ગયો હતો. સાંજના સમયે વાહનોની લાંબી કતારો લાગી હતી. આમ સુરતના લોકોએ વતનની વાટ પકડતા મુલદ ટોલનાકા ઉપર ચક્કાજામ થયો હતો.
ભરૂચના મુલદ ટોલનાકા પર સૌરાષ્ટ્ર જતાં વાહનોનો ચક્કાજામ

Recent Comments