હનીફ અસમાલના શિરે ચાર શહેરોની જવાબદારી

અમદાવાદ, તા.ર૧
વાગરા તાલુકાના ચાંચવેલ ગામના હનીફ અસમાલ ઈંગ્લેન્ડના પૂર્વ મિડલેન્ડના ઉપાધ્યક્ષ બનતા સમગ્ર ભરૂચ જિલ્લામાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. તેઓ શાસકપક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીમાંથી ઉપાધ્યક્ષ બન્યા છે.
વાગરા તાલુકાના ચાંચવેલ ગામના હનીફ અસમાલે માત્ર ચાર વર્ષની વયે તેમના વતન ચાંચવેલને અલવિદા કહી યુ.કે.ની વાટ પકડી લીધી હતી. આખી જિંદગી યુનાઇટેડ કિંગડમ (ઇંગ્લેન્ડ)માં રહ્યા. સફળ શિક્ષણ કારકિર્દી બાદ નિવૃત્ત થયા. સમુદાયને મદદ કરવાની તેમની પ્રતિબદ્ધતાને પગલે તેઓ કાઉન્સિલર બનીને રાજકારણના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી ચૂકયા છે. હાલ શાસકપક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીમાંથી પૂર્વ મિડલેન્ડના પ્રાદેશિક ઉપાધ્યક્ષ બન્યા છે. જ્યાં તેઓના શિરે લેસ્ટરશાયર, નોટિંગહામશાયર, રૂટલલેન્ડ, ડર્બશાયરની જવાબદારી છે. પ્રસ્તુત તસવીરમાં હનીફ અસમાલ ઇંગ્લેન્ડના વડાપ્રધાન બોરિસ જોનસન સાથે નજરે પડી રહ્યા છે.