ભરૂચ, તા.૭
વોરા પટેલ પ્રોગ્રેસિવ ચેરીટેબલ ટ્રસ્ટના ઈદ્રીશ સરનારવાલા તેમજ ટ્રસ્ટી સલીમ અમદાવાદી કે જેઓ પાલિકાના સભ્ય પણ છે. તેઓએ ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભી તમાકુવાલા અને ચીફ ઓફિસર સંજય સોનીને ૭પ પીપીઈ કિટ આપી હતી. આ કિટો નગરપાલિકા દ્વારા કોરોના અંગેની કામગીરી કરતા કોરોના વોરિયરને આપવામાં આવશે. વોરા પટેલ પ્રોગ્રેસિવ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ત્રણ વર્ષ કરતા વધુ સમયથી તબીબી ક્ષેત્રે ખૂબ અમૂલ્ય યોગદાન આપવામાં આવી રહ્યું છે જેના પગલે ગરીબ અને મધ્યમવર્ગીય લોકોને ફાયદો થઈ રહ્યો છે. કોવિડ હોસ્પિટલમાં સફાઈ કામદારોથી લઈને કર્મચારીઓ માટે પીપીઈ કિટ મહત્ત્વની હોય ૭પ પીપીઈ કિટ અપાઈ છે. આશરે ર૬ માસથી આ મેડિકલ કાર્યરત છે. જેમાં ૧પથી ૩૦% સુધીનું ડિસ્કાઉન્ટ જરૂરિયાતમંદોને કોઈપણ નાત/જાતના ભેદભાવ વગર અપાય છે. જેનો લાભ અત્યાર સુધી લગભગ ૪૮,૦૦૦ ગ્રાહકોએ લીધો છે. પોલીસ સ્ટેશન/નગરપાલિકા/ટ્રસ્ટ ઓફિસ અન્ય જગ્યાએ માસ્ક, સેનિટાઈઝર પીપીઈ કિટ, ઓડો મેક્સ, ગ્લોઝ જેવી વસ્તુઓ આપી સેવાનું કામ કર્યું છે.