ભરૂચ, તા.૩૦
ઈએ સ્પોટ્‌ર્સ ફીફા ફૂટબોલ ગેમ માટે ભરૂચના અમનપાર્કમાં રહેતા સુફિયાન પટેલની ભારતીય ટીમમાં પસંદગી થઈ છે. આઈએસઓ નેશનલ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ કપમાં ઈંગ્લેન્ડ, રશિયા, ફ્રાન્સ, ઈટાલી સહિત વિશ્વના ૩૨ દેશો ભાગ લેશે. આજથી શરૂ થયેલા આ કપ યુટ્યુબ ઉપર Connectin Esportની ચેનલ ઉપર લાઈવ બતાવવામાં આવશે. ટીમ ઈન્ડિયા જે ૬ ખેલાડીઓની પસંદગી થઈ છે. તેમાં ભરૂચનો સુફિયાન પટેલ, પૂણેના સક્ષમ રતન, ચંદીગઢના ચરનજોત સિંઘ, મુંબઈના નિખીલ પાંડે, સિદ્ધ ચંદરાના અને કરન સિંઘનો સમાવેશ થાય છે. આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ માટે ગુજરાતમાંથી પસંદગી પામેલ સુફિયાન પટેલ સૌથી પ્રથમ પ્લેયર છે તેણે ભરૂચ સહિત ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.