ભરૂચ, તા.રર
ભરૂચ શહેરમાં નગર પાલિકાનો ખાડે ગયેલો વહીવટ સામે ભરૂચના સિનિયર સિટીજનો હાલ શહેરના પાંચબત્તી ખાતે આમરણાંત ઉપવાસ પર બેઠા છે. બે દિવસથી ચાલતા ઉપવાસમાં આલોકોને અનેકો લોકો સમર્થન આપી રહ્યા છીએ જેમાં આજે ભરૂચ નગરપાલિકાના વિપક્ષના નેતા સમસાદ સૈયદ તેમજ સલીમભાઇ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાળાએ આજે ઉપવાસ પર બેઠેલા આંદોલનકારીઓની મુલાકાત લીધી હતી અને નગરપાલિકામાં જઇને પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલાને આ સિનિયર આંદોલનકારીઓની મુલાકાત લઈને તેમને યોગ્ય બાંહેધરી આપવા જણાવતા મામલો ઉગ્ર બની ગયો હતો . પાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે, આ લોકોએ પોલીસ પરમિશન લીધી નથી અમે ચાહીએ તો ઉઠાડી મુકીશુ આવો જવાબ આપતા વિપક્ષના નગરસેવકોએ જણાવ્યું હતું કે, તમે ઉઠાડી તો મુકો પછી આપને જનતા બતાવશે આમ કહેતા જ મામલો ઉગ્ર બની ગયો હતો અને પાલિકા પ્રમુખ અને વિપક્ષના નગરસેવકો વચ્ચે તું તું મેં મેં થઈ ગઈ હતી.