(સંવાદદાતા દ્વારા)
ભરૂચ, તા.૧૩
ભરૂચ જિલ્લામાં કોરોનાની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. પરંતુ તંત્રની નિષ્કાળજીની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ભરૂચની મધ્યમાં આવેલ આર કે કાસ્ટાના સી વિંગ માં કોરોના પોઝીટીવ દર્દી મળી આવ્યા બાદ પણ તેને મકાન ને તથા વિસ્તારને સેનિટાઈઝ ન કરવા સાથે ક્વોરન્ટાઈન પણ ન કરવામાં આવતા સ્થાનિકો માં આક્રોશ જોવા મળી રહ્યો છે. ભરૂચના આર.કે.કાસ્ટાના સી વિંગમાં મકાન નંબર-૪૦૧માંથી કોરોના પોઝિટિવ દર્દી મળી આવતા તેને સારવાર અર્થે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યો છે અને બે દિવસ પહેલા મળી આવેલા આ કોરોના પોઝીટીવ બાદ તંત્ર એ જે મકાન માંથી પોઝીટીવ મકાન માંથી મળી આવેલ છે તે મકાન ને કોરન્ટાઈન કરાયું નથી અને તે વિસ્તાર ને પણ સેનિટાઈઝ કરાયું નથી તેવા આક્ષેપ સાથે સ્થાનિકો ને પણ કોરોના થી સંક્રમિત થી ભય સતાવી રહ્યો છે.ત્યારે તંત્ર ની આવી નિષ્કાળજીથી ભરૂચ જિલ્લામાં કોરોના વધુ વકરે તો નવાઈ નહીં.