(સંવાદદાતા દ્વારા)
ભરૂચ, તા.૨૬
જનશિક્ષણ સંસ્થાન, ભરૂચ અને નહેરૂ યુવા કેન્દ્ર (યુવા કાર્યક્રમ તથા ખેલ મંત્રાલય) ભરૂચનાં સંયુક્ત ઉપક્રમે નિયામક ઝયનુલ આબેદિન સૈયદના માર્ગદર્શન હેઠળ કોવિડ-૧૯ની માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને બંધારણ દિવસની ઉજવણી જે.એસ.એસ. ભરૂચના મધ્યસ્થ ખંડમાં કરવામાં આવી.
કાર્યક્રમમાં જે.એસ.એસ. ભરૂચનાં વિવિધ તાલીમ વર્ગોના લાભાર્થી ભાઈ-બહેનો, રિસોર્સ પર્સન, ફિલ્ડ સ્ટાફ સાથે નહેરૂ યુવા કેન્દ્ર ભરૂચનાં દિવ્યજીતસિંહ ઝાલા અને ડોલી કરાડિયા તથા એન.એસ.વી. સભ્યો દ્વારા માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સ જાળવીને કાર્યક્રમ નિહાળ્યો. કાર્યક્રમ બાદ સ્વચ્છતા અભિયાનનાં ભાગ રૂપે સ્વચ્છતા શ્રમદાન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું જે થકી વિદ્યાર્થીઓએ સ્વૈચ્છિક શ્રમદાનમાં જોડાઈ કચેરીની આસપાસ વિસ્તારની સફાઈ કરી જન સમુદાયમાં સ્વચ્છતા સંબંધિત જાગૃતતા ફેલાવી. સાથે સાથે કોરોના જેવી મહામારીનાં રોગથી બચવા માટેની જે વ્યવસ્થા સરકાર દ્વારા ગોઠવવામાં આવેલ છે તેને અનુસરવા અને સંપૂર્ણપણે તેનાં નીતિ નિયમોનું પાલન કરવાની પણ સમજ આપવામાં આવી. આ રીતે તમામ રાષ્ટ્રીય કાર્યક્રમોમાં સહભાગી બની કાર્યક્રમની પૂર્ણાહુતી કરવામાં આવી. અંતે નિયામક ઝયનુલ આબેદીન સૈયદ દ્વારા તમામ વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો. કાર્યક્રમનું સફળ સંચાલન નહેરૂ યુવા કેન્દ્ર ભરૂચનાં દિવ્યજીતસિંહ ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું.
Recent Comments