ભરૂચ, તા.૮
કોરોના મહામારીને લઇ દેશભરમાં લોક ડાઉનની સ્થિતિ છે, જેને લઇ હજારો શ્રમિકોની હાલત કફોડી બની છે, શ્રમિકો તંત્ર પાસે પોતાના વતન જવાની ગુહાર લગાવી રહ્યા છે તેવામાં તેઓ પાસે ટીકીટનો દર પણ ઉઘરાવવામાં આવી રહ્યો છે. શ્રમતી સોનિયા ગાંધી અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલ દ્વારા લોક ડાઉનમાં વતન જવા માંગતા શ્રમિકો માટે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને મદદ કરવા આહવાન કરવામાં આવ્યું હતું જેના ભાગ રૂપે કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ શ્રમિકો માટે કાર્યાલયના દ્વાર ખુલ્લાં મૂક્યા છે અને તેઓને ટીકીટનાં દર ૬૫૦ તેમજ ફૂડ પેકેટ માટેનાં ૩૦૦ રૂપિયા વ્યક્તિ દીઠ આપવામાં આવી રહ્યા છે. આજરોજ સવારે શહેરના કાળી તલાવડી વિસ્તારમાં કોંગી આગેવાનોએ ૮૦ થી વધુ શ્રમિકોને રૂપિયાનું વિતરણ કરી તેઓના વતન હસી ખુશીથી પહોંચી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી.