(સંવાદદાતા દ્વારા) ભરૂચ, તા.૯

ઝાડેશ્વરમાં માર્ચ મહિનામાં ટાટાના ૨ એટીએમમાંથી રૂા.૧૫.૮૫ લાખની ચોરી થઈ હતી. ભરૂચ ક્રાઈમ બ્રાંચે આ તસ્કરીમાં પંજાબના ૨ આરોપીઓને પકડી પાડી આંતરરાજ્ય એટીએમમાંથી રૂપિયાની ઊઠાંતરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે.

એટીએમ ડાયલરનો પાસવર્ડ ક્રેક કરી રૂા.૧૫.૮૫ લાખની ઊઠાંતરી ભરૂચના ઝાડેશ્વર સ્થિત ટાટા કોમ્યુનિકેશન પેમેન્ટ સોલ્યુશન લિમિટેડ (્‌ઝ્રઁજીન્)ના ૨ એટીએમમાંથી ૪ માર્ચના રોજ થઈ હતી.

જેમાં ભરૂચ જિલ્લા પોલીસવડા એ તપાસ લોકલ ક્રાઈમ બ્રાંચને સોંપતા સીસીટીવી અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે એલસીબી પીઆઈ જે.એન.ઝાલા સહિત ટીમે તપાસ હાથ ધરી હતી.

તપાસમાં પંજાબના ભતિન્ડાના રચપાલસિંગ બલદેવસિંગ અને જયપાલસિંગ કોરસિંગની ભરૂચ પોલીસે ધરપકડ કરી છે રચપાલસિંગ પંજાબમાં એસબીઆઈ એટીએમમાં કેશ લોડર તરીકે ફરજ બજાવતો હોય ડાયલર પાસવર્ડ અને કેશ લોડ પ્રક્રિયાથી વાકેફ હતો. આરોપીએ ૨૦૧૨માં રાજસ્થાન ગંગાનગર ખાતે એટીએમમાંથી રૂા.૩૦ લાખ, દેહરાદૂન એટીએમમાંથી રૂા.૨૦ લાખ અને વર્ષ ૨૦૧૭માં કોટામાં એટીએમમાંથી રૂા.૧૧ લાખ તેમજ ગત માર્ચ ૨૦૧૯માં ભરૂચના ૨ એટીએમમાંથી રૂા.૧૫.૮૫ લાખ મળી કુલ રૂા.૭૬.૮૫ લાખની ઊઠાંતરી કરી હતી. સાથે જ વર્ષ ૨૦૧૫માં પઠાણ કોટમાં એટીએમ તોડવાનો પ્રયાસ પણ કર્યો હતો.