ભરૂચ, તા.૯
ભારત સરકારના નહેરૂ યુવા કેન્દ્ર ભરૂચ તથા જન શિક્ષણ સંસ્થાન ભરૂચના સાંનિધ્યમાં સંયુક્ત ઉપક્રમે સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી ઉજવણી પ્રસંગે કોવિડ-૧૯ના નીતિ નિયમોને અનુસરીને સ્વચ્છતાના વિષય ઉપર “ગ્રીન વિલેજ કલીન વિલેજ”ની થીમ ઉપર ચિત્ર તથા નિબંધ સ્પર્ધાનું આયોજન જન શિક્ષણ સ્પર્ધામાં ૯ જેટલી બહેનોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે જે.એસ.એસ ભરૂચના નિયામક ઝયનુલ આબેદ્દીન સૈયદ તથા નહેરૂ યુવા કેન્દ્ર ભરૂચના દિવ્યજીતસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
જન શિક્ષણ સંસ્થાનની રિસોર્સ પર્સન ગીતાબેન સોલંકી, ક્રિષ્ણાબેન કઠોલિયા પ્રોગ્રામ લાઈવલીહૂડ કો.ઓર્ડિનેટર તરીકે શીતલબેન ભરૂચાએ સુંદર આયોજન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સફળ થનાર બહેનોને આગામી જે.પી. કોલેજ ખાતે રાખવામાં આવનાર કાર્યક્રમમાં પુરસ્કાર ઈનામથી નવાજવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.