ભરૂચ, તા.ર૧
બરોડા ગુજરાત ગ્રામીણ બેન્કમાં ખોટા દસ્તાવેજ રજૂ કરી લોન મેળવી છેતરપિંડી કરનાર બે ભેજાબાજોની એ-ડિવિઝન પોલીસે અટકાયત કરી હતી.જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેરના શક્તિનાથ શાખાની બરોડા ગુજરાત ગ્રામીણ બેન્કમાં ગત તારીખ ૧૬/૧૦/૨૦૧૭થી તા. ૧૯/૧૨/૨૦૧૭ દરમ્યાન છેતરપિંડી કરનાર ભેજાબાજ જયંતિભાઈ ઠક્કર રહે. જયનારાયણ સોસાયટી લિંક રોડ ભરૂચનાઓ તેમજ અન્ય ભેજાબાજો સામે ફરિયાદી દેવાંગ હિંમતલાલ શાહ એ બેન્કમાં ખોટા અલગ અલગ દસ્તાવેજ રજૂ કરી રૂા.૨,૫૫,૦૦૦ તથા રૂા.૩,૧૨,૦૦૦ની લોન લઇ એક બીજાની મદદગારીથી બેન્ક સાથે વિશ્વાસઘાત કર્યા હોવાની ભરૂચ શહેર એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
મામલા અંગેની ગંભીરતાને સમજી ભરૂચ શહેર એ-ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરતા પોલીસે બે જેટલા ભેજાબાજ જયંતિભાઈ ઠક્કર રહે. જય નારાયણ સોસાયટી ભરૂચ તેમજ અમિત ભાનુભાઈ પટેલ રહે આણંદનાઓની અટકાયત કરી હતી.