ભરૂચ, તા.૨૪
દહેજથી ભરૂચ આવતી તોટિંગ કન્ટેનરચાલકે ભરૂચ-જંબુસર બાયપાસ નજીક રેલવેની રેલિંગલિમાં ભટકાવી દેતા કન્ટેનર ફસાઈ જતા રેલવેની રેલિંગને ભારે નુકસાન થયું હતું. બાયપાસ ચોકડી પર અકસ્માતના પગલે ચક્કાજામના દૃશ્યો સર્જાયા હતા. જો કે ટ્રાફિક પોલીસે સમય સૂચકતા વાપરી સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આરટીઓ ભરૂચની નિષ્કાળજીના પગલે ભરૂચ જિલ્લામાં તોટીંગ વાહનો બેફામ રીતે પસાર કરાતા હોય વારંવાર અકસ્માતો સર્જાતા રહે છે. થોડાક દિવસ અગાઉ દયાદરા ફાટક નજીક પણ આ જ પ્રકારનો બનાવ બનવા પામ્યો હતો. જો કે જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓ માત્ર સામાન્ય શ્રમજીવી વાહનચાલકો પાસેથી મસમોટા દંડ વસૂલવામાં વ્યસ્ત હોય આ ગંભીર ટ્રાફિકના અપરાધ પર ધ્યાન કેન્દ્રિત કરતા નથી તેમ લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.