ભરૂચ, તા.૩૦
ભરૂચ જિલ્લામાં લૉકડાઉનને પગલે ઉદ્યોગો બંધ થયા હતા. જ્યારે હાલ શરતી મંજૂરીથી શરૂ થયેલા ઉદ્યોગોમાં કામદારોની સંખ્યા ઘટાડી દેવામાં આવતાં બાકી રહેલા કામદારો, કોન્ટ્રાક્ટરો તેમજ ઉદ્યોગવાળા પગાર નહીં મળતાં ભૂખે મરવાનો વારો આવતાં હવે કામદારોએ ચાલતાં જ વતનની વાટ પકડી છે. ભૂખે મરને સે અચ્છા કે ગાવ મેં જાકર મરે જેવા વાક્યો કામદારો કહે છે. ભરૂચ જિલ્લામાં ધમધમતી પાંચ ઉદ્યોગનગરીના કારખાના પણ બંધ થઈ જતાં સૌથી વધુ કફોડી હાલત પર પરપ્રાંતિય કામદારોને થઈ હતી. સેવાભાવી સંસ્થાને તંત્રએ જમવાનું વહેંચવા પર પ્રતિબંધ ફરમાવી દીધો હતો. આથી વધુ હાલત કફોડી બની કોન્ટ્રાક્ટર દ્વારા આપેલા રૂપિયા પણ પૂરા થયા અને ભૂખે મારવાનું શરૂ થયું. લોકોને બે ટંકનું જમવાનું મુશ્કેલ બની ગયું હતું. ત્યારે ગઇકાલે જ કેટલાક પરપ્રાંતિયોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વતન જવાની જીદ કરી હતી. ત્યાં હાજર અધિકારીઓ તેમની આપવીતી સાંભળવા માટે સમય ન હતો. તેમ કહીને હવે યુપી, બિહાર, ઝારખંડ, એમપી, ઉત્તરાખંડના મજૂરો શ્રમજીવીઓએ જેટલું જમવાનું બન્યું તેટલું બાંધીને પોટલી લઈને વતન જવાની શરૂઆત કરી દીધી છે. એટલે કે, હવે ભરૂચ, વાગરા, દહેજ, અંકલેશ્વર, પાનોલીના ઉદ્યોગોમાં કામ કરતાં પરપ્રાંતિયો લોકો પોતાના વતને જવા પગપાળા જે વાહન મળે જ્યાં સુધી મળે ત્યાં સુધી જવા રવાના થઈ રહ્યા છે. ધીરે-ધીરે પરપ્રાંતિયો કામદારો ભરૂચ જિલ્લો છોડી રહ્યા છે જેની અસર આવનારા દિવસોમાં પડશે. કેમ કે, જે સખત મહેનત પરપ્રાંતિય લોકો કરી શકે તેવી મહેનત બીજા કોઈ કરી શકતા નથી. ત્યારે જિલ્લામાં આગામી દિવસોમાં મજૂરો કામદારોની ધટ પડશે. કામદારોની મજૂરી વધશે અને તેની સીધી અસર અર્થતંત્ર પર પડશે. ત્યારે જિલ્લાના વહીવટી તંત્રએ કામદારોનું પલાયન રોકવું પડશે.
ભરૂચ જિલ્લાના ઉદ્યોગોમાં પગારના ઠેકાણા નથી : પરપ્રાંતિયો વતન જવા રવાના

Recent Comments