ભરૂચ, તા.ર૪
ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા દિન-પ્રતિદિન વધતા જિલ્લાનું વહીવટી તંત્ર દોડતું થયું છે જેમાં હવે ભરૂચ અને જંબુસર શહેર તાલુકો કોરોના વાયરસના કારણે hotspot બની ગયા છે જેમાં આજે વધુ દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જેમાં જિલ્લામાં ૭૦થી વધુ લોકોના રિપોર્ટ લેવામાં આવ્યા હતા જેમાં આરોગ્ય તપાસમાં ભરૂચમાં પાંચ લોકોને કોરોના વાયરસથી સંક્રમિત થયા છે જંબુસરમાં ત્રણ લોકો કોરોના સંક્રમિત થાય છે. આમોદમાં એક અને અંકલેશ્વરમાં એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લાનું વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર દોડતું થયું છે આજે ભરૂચના શેરપુરા વિસ્તારમાં એક વ્યક્તિનું કોરોનાવાયરસ વાયરસના કારણે હોસ્પિટલમાં મોત નિપજ્યું છે જ્યારે જંબુસર શહેરમાં પણ વડોદરાની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત થયું છે. આમ આજે કુલ બે લોકોનાં મોત થયા છે. હાલ ભરૂચ જિલ્લામાં કુલ્લે હમણાં સુધીમાં આઠ લોકોનાં મોત થયા છે. હાલ ભરૂચ જિલ્લામાં ૭૦થી વધુ લોકો કોરોનાની સારવાર લઇ રહ્યા છે.