ભરૂચ, તા.૨
ભરૂચ જિલ્લામાં આજે કોરોના વાયરસથી સંક્રમિત ૧૩ ઉપર પહોંચી ગઇ છે જેને લઇને જિલ્લાનું આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર દોડતું થયું છે ત્યારે જિલ્લામાં કુલ સંક્રાંતિની સંખ્યા ૨૬૩ ઉપર પહોંચી છે જ્યારે આજે ૧૪ જેટલા દર્દીઓ સારવાર દરમિયાન સારા થઈ જતાં તેઓને રજા આપવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં આજરોજ કોરોના પોઝિટિવના ૧૩ જેટલા દર્દીઓના રિપોર્ટ આવ્યા હતા જેમાં ભરૂચમાં છ જેટલા લોકો જંબુસર તાલુકામાં ચાર અંકલેશ્વરમાં એક આમોદ માં એક ઝઘડિયામાં એક મળી કુલ્લે ૧૪ લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા જેને લઇને જિલ્લાનું તંત્ર દોડતું થયું હતું જ્યાંથી lockdown-૫ની શરૂઆત થઈ છે ત્યારથી અને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવાની છૂટ મળતાની સાથે જ કોરોના સંક્રમિત લોકોની સંખ્યા ભરૂચ જિલ્લામાં સતત વધી રહી છે. ભરૂચ જિલ્લામાં કુલ ૨૬૩ જેટલા લોકો કોરોના પોઝિટિવ થયા છે જેને લઇને જિલ્લાનું વહીવટી તંત્ર આરોગ્ય તંત્ર દોડતું થયું છે તો બીજી તરફ આજે ભરૂચ જિલ્લામાં કુલ ૧૪ લોકો કોરોનાવાયરસ ને હરાવીને સાજા થઇ જતાં તેઓને તાળીઓના ગડગડાટ સાથે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.