ભરૂચ, તા.૧૨
ભરૂચ જિલ્લામાં આજે વધુ પાંચ કોરોના પોઝિટિવ દર્દીઓ બહાર આવતાં જિલ્લા માં કુલ ૭૩ જેટલા લોકો કોરોના પોઝિટિવ થયા છે.
ભરૂચ જિલ્લામાં એક પછી એક કોરોના પોઝિટિવ દર્દીઓ આવી રહ્યા છે ત્યારે હાલ તો જિલ્લા બહારથી આવેલા લોકો કોઇના કોઇ વ્યક્તિના સંપર્કમાં આવ્યા બાદ તો સંક્રમિત થતાં આજે વધુ પાંચ જેટલા કેસો બહાર આવતા જિલ્લાનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે જમા આજે ભરૂચના નંદેલાવ ગામ પાસે આવેલ મલ્હાર ગ્રીન સોસાયટીમાં રહેતા અને જી.આઈ.એલ કંપનીમાં કામ કરતાં તેની પત્ની રચનાબેન અને તેની દીકરી સંસ્કૃતિ કે જે હાલ અમદાવાદ ગયા હતા અને ત્યાંથી વડોદરા ગયા બાદ કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવતા તેઓ સંક્રમિત થયા હતા તેઓની આરોગ્ય તપાસમાં કોરોના પોઝિટિવ થતાં એક જ પરિવારના ત્રણ વ્યક્તિને તાત્કાલિક ધોરણે જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તો બીજી તરફ વાગરા તાલુકાના પીપળીયા ગામ ખાતે રહેતા ૨૩ વર્ષ અને ૨૦ વર્ષ યુવકનો કોરોના પોઝિટિવ આવતા તેઓને પણ ભરૂચની જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જિલ્લામાં કુલ પાંચ લોકોના મોત થયા છે હમણાં સુધીમાં જ્યારે જિલ્લામાં કોરોનાથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા ૭૩ ઉપર પહોંચી ગઇ છે.