ભરૂચ, તા.૬
ભરૂચ જિલ્લામાં આજે વરસાદ ઋતુનો પ્રથમ રાઉન્ડ શરૂ થયો હોય તેવું લાગી રહ્યું છે આખો જૂન મહિનો માત્ર ઝરમરીયા વરસાદ જ થયો હતો જ્યારે આજે જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં વરસાદની શરૂઆત થઇ છે રાત્રે જોરદાર પવન સાથે વરસાદ શરૂ થયો હતો જ્યારે કે દિવસ દરમિયાન પણ ધર્મની વરસાદ શરૂ થયો હતો જ્યારે સવારના સુમારે જોરદાર વરસાદના ઝાપટાને જિલ્લાના ૯ તાલુકાને ભીંજવે નાખ્યો હતો જ્યારે ભરૂચના ફુરઝા વિસ્તાર, ફાંટા તળાવ વિસ્તારમાં આખાનું પાણી વહેતી થતાં જાણે કે આ વિસ્તારોમાં પુર આવ્યું હોય તેવું અનુભવ લોકોને થયો હતો. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો અનેકો વિસ્તારોની સોસાયટી વરસાદી પાણીનો ભરાવો થતાં લોકોનું ચાલવું પણ મુશ્કેલ બની ગયું હતું. આજે ભરૂચ, અંકલેશ્વર, જંબુસર, વાઘરા, આમોદ, નેત્રણ, ઝઘડિયા પંથકમાં વરસાદ લોકોને ભીંજવી નાખતા આજે લોકોને ગરમીથી છુટકારો મળ્યો હતો. કેટલાક દિવસથી ગરમીના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા જ્યારે આજે વરસાદ પડતા સૌથી વધુ ખુશી ધરતીપુત્રોને થઈ હતી.