ભરૂચ, તા.ર૦
સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસની સામે લડવા કેન્દ્ર અને રાજય સરકારે અગમચેતીના સંખ્યાબંધ પગલાંઓ લીધા છે. જિલ્લા કલેક્ટર ડૉ.એમ.ડી.મોડિયાના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે.
વિગતે જોઇએ તો કોરોના (કોવિડ-૧૯)ના જિલ્લામાં તા.૨૦/૪/૨૦ના રોજ બપોરના ૪ઃ૦૦ કલાક સુધીમાં કોરોના પોઝિટિવના કુલ-૨૩ દર્દીઓ નોંધાયેલ છે. કોરોના વાયરસના શંકાસ્પદ ૪૪ દર્દીઓના સેમ્પલ લેવામાં આવેલ છે. કોરોના પોઝિટિવ કેસના વિસ્તારમાં તાબા હેઠળના કર્મચારીઓની સર્વેલન્સ કામગીરી ચાલુ છે. જે પૈકી ૩૨૩ ટીમ દ્વારા ૪,૫૩,૧૭૧ વ્યક્તિનું સર્વેલન્સ કરવામાં આવેલ છે. ભરૂચ જિલ્લામાં પોઝિટિવ કેસોના સંપર્કના દેખરેખ હેઠળ ૧૧૯ વ્યક્તિઓને આઈસોલેશનમાં રાખેલ છે. ૩૨૪ વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઈનમાં રહે છે. ભરૂચ જિલ્લાના કુલ-૨૩ પોઝિટિવ કેસ પૈકી ૨ દર્દીઓ સાજા થયેલ છે અને ૧ દર્દીનું મરણ થયેલ છે.