(સંવાદદાતા દ્વારા)
ભરૂચ, તા.૬
ભરૂચ જિલ્લામાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા ૫૨ ઉપર પહોંચી ગઇ છે જેમાં આજે ભરૂચ જિલ્લામાં ત્રણ જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ બહાર આવતા જિલ્લાનું આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર દોડતું થઇ ગયું હતું જેમાં સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારી કે જેવો ભરૂચના ઝાડેશ્વર ગામની પ્રસાદ સોસાયટીમાં રહે છે તેઓની આરોગ્ય તપાસમાં આજરોજ તેઓને કોરોના પોઝિટિવ થયા હોવાના રિપોર્ટ આવ્યા બાદ જિલ્લાનું તંત્ર આરોગ્ય વિભાગના અધિકારીઓ દોડતા થયા હતા બીજી તરફ જંબુસર શહેરમાં ભાગલી વાડ વિસ્તારમાં મુંબઈથી આવેલ ૪૭ વર્ષીય વ્યક્તિને આરોગ્ય તપાસ માટે મોકલવામાં આવતા તેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ફરજ પોલીસ કોન્સ્ટેબલ કેતન ચૌધરીને પણ આજે જૂનાગઢ ખાતે નોકરી પર હાજર થવા ટ્રેનિંગમાં જવાનું હોવાથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય તપાસ માટે લઇ જવામાં આવતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આમ ભરૂચ જિલ્લામાં કુલ આજે ત્રણ જેટલા લોકો કોરોના પોઝિટિવ રીપોર્ટ આવ્યા બાદ જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.