ભરૂચ, તા.૬
ભરૂચ જિલ્લામાં દિનપ્રતિદિન કોરોના વાયરસના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો જેમાં અનલોક-૧ અને અનલોક-૨માં જિલ્લામાં કોરોના દર્દીઓનો આંકડો ૨૦૦ કરતાં પણ વધુ પાર કરી ગયો છે. ભરૂચ જિલ્લામાં જંબુસર અંકલેશ્વર અને ભરૂચ શહેર તાલુકો હોટ સ્પોટ બની ગયા છે તાલુકાઓમાં રોજ રોજ કોરોનાથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા વધી રહી છે. સંક્રમિત ખાનારા લોકોમાં મોટાભાગે બહારથી આવીને રહેતા અને સંક્રમિત પીડિત લોકોના સંપર્કમાં આવ્યા બાદ સંક્રમણ થતા આવા લોકોની સંખ્યા છેલ્લા એક સપ્તાહમાં સો કરતાં પણ વધુ થઈ ગઈ છે ભરૂચ જિલ્લામાં હોટ શહેર તરીકે જંબુસર ભરૂચ અને અંકલેશ્વર શહેર તાલુકામાં સંક્રમિત થનારા લોકોની સંખ્યા બધું છે. આજે ૨૨ કેસોમાં અંકલેશ્વરમાં ૯ ભરૂચમાં ૭ આમોદમાં ૩ વાલિયામાં એક જંબુસરમાં એ વાલીયામાં એક હાંસોટમાં એક મળી કુલ ૨૨ લોકો સંક્રમિત થયા છે અને જિલ્લામાં સંક્રમિત લોકોની સંખ્યા ૩૩૩ ઉપર પહોંચી ગઇ છે.