ભરૂચ, તા.૭
ભરૂચ જિલ્લામાં કોરોનાથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા ૧૯ ઉપર પહોંચી છે જિલ્લામાં કોરોનાથી સંક્રમિત થનારા લોકોની કુલ સંખ્યા ૩૫૨ પર પહોંચી છે. ત્યારે ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારના વેપારીઓ દ્વારા હવે સવારે ૮થી બપોરે બે વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે. ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ ચાર લોકડાઉન દરમિયાન નિયંત્રણમાં રહ્યું હતું અને પાંચમાં લોકડાઉનમાં મળેલી છૂટછાટ બાદ જિલ્લામાં કોરોનાથી સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા એક બાદ એક વધતી ગઈ હતી અને ૧ જૂનથી ૭ જુલાઈ સુધીમાં ભરૂચ જિલ્લામાં ૨૫૦થી પણ વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા. ભરૂચ જિલ્લામાં જંબુસર ભરૂચ અમે અંકલેશ્વર શહેર તાલુકામાં કોરોના દર્દીઓ સૌથી વધુ આવી રહ્યા છે આ ત્રણ શહેર તાલુકાઓ કોરોનાનો હોટસ્પોટ તરીકે ઉભરી આવી રહ્યા છે. ત્યારે ભરૂચ શહેર-જિલ્લામાં બે દિવસમાં જ ૪૦ જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા આજે ભરૂચ જિલ્લામાં કોરોનાથી સંક્રમિત થનારા લોકોમાં ભરૂચ શહેર તાલુકામાં ૧૩ અંકલેશ્વર પંથકમાં ૩ આમોદમાં એક હાંસોટમાં એક અને ઝઘડિયામાં એક પોઝિટિવ દર્દી નોંધાયો હતો ભરૂચ જિલ્લામાં હમણાં સુધીમાં ૩૫૨ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. જ્યારે કે ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક રીતે નિર્ણય લેવાયો છે કે કોરોના વાયરસને અટકાવવા માટે સોશિયલ ડિસ્ટન્સ જરૂરી છે અને તેને લઈને જ ભરૂચ શહેરમાં હવે પશ્ચિમ વિસ્તારમાં મહમદપુરાથી લઈને જંબુસર ચોકડી સુધીમાં આવેલી તમામ દુકાનો હવે સવારે આઠ વાગ્યાથી બે વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.