ભરૂચ, તા.૧૧
ભરૂચ જિલ્લામાં દિવસે દિવસે કોરોના વાયરસથી સંક્રમિત થનારા લોકો સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે આજે ભરૂચ જિલ્લામાં ૨૩ લોકોનું કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો જેમાં ભરૂચમાં ૮, અંકલેશ્વરમાં ૯, જંબુસરમાં ૩, વાગરામાં ૧, હાંસોટમાં ૨ લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતો જેને લઇને જિલ્લામાં ફુલ ૪૪૬ લોકો હમણાં સુધીમાં કોરોનાવાયરસથી સંક્રમિત થયા છે જ્યારે કે આજે જયાબેન મોદી હોસ્પિટલમાંથી ૧૭ લોકો ને રજા આપવામાં આવી છે જ્યારે કે જિલ્લામાં ગઈકાલે ત્રણ લોકોના મોત થયા હતા જેને લઇને જિલ્લામાં કુલ મૃત્યુઆંક ૧૮ પર પહોંચ્યો છે જ્યારે કે જિલ્લામાં હાલ તો વેપાર-ધંધા સવારે ૭ થી ૪ વાગ્યા સુધી મંજૂરી આપવામાં આવી છે જે લોકો માસ્ક નથી પહેરતા તેવા લોકોને ૨૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે જ્યારે જિલ્લાનું વહીવટી તંત્ર કોરોના વાયરસ ને રોકવા મથામણ કરી રહ્યું છે.