(સંવાદદાતા દ્વારા) ભરૂચ, તા.૨૮
ભરૂચ જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ પરિમલસિંહ રણાનો અભિવાદન કાર્યક્રમ કોંગ્રેસના રાષ્ટ્રીય અગ્રણી અહમદભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. ભરૂચ રેલવે સ્ટેશન ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી ભરૂચ જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ પરિમલસિંહ રણા કોંગી અગ્રણીઓ સાથે રાણગારેલી ખુલ્લી જીપમાં કાર્યકરોની સ્કૂટર રેલી સાથે અભિવાદન ઝીલતા રાષ્ટ્રભક્તિ સ્વમર ગીતોની સુરાવલી સાથે સ્ટેશન રોડ પરથી પસાર થઈ રાજપૂત છાત્રાલય ખાતે પહોંચતા અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. આ સમારોહમાં પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકી સહિત જિલ્લા અને શહેર તાલુકાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પરિમલસિંહ રણાએ પોતાને પ્રમુખ પદની જવાબદારી સોંપવા બદલ આભારની લાગણી વ્યક્ત કરવા સાથે કોંગ્રેસને વધુ સક્રિય કરવાની અને ઉજવણી દેખાવ માટેની ખાત્રી આપી હતી. આ પ્રસંગે ઉપસ્થિત કોંગ્રેસના રાષ્ટ્રીય અગ્રણી અહમદભાઈ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં કાશ્મીરને ભારતનો અભિન્ન અંથે ગણાવવા સાથે સર્જિકલ સ્ટ્રાઈકના મુદ્દે ભારતીય જવાનોની કામગીરીની સરાહના કરી હજુ વધુ કડક હાથધારી આતંકવાદ સામે કરવામાં આવે તેવી ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. અહમદભાઈ પટેલે કેન્દ્રની ભાજપ સરકારની નીતિઓ અંગે આગામી મોનસૂન સત્રમાં વિપક્ષો સાથે મળીને રણનીતિ ઘડી કાઢવામાં આવશે તેમ પણ કહ્યું હતું.