ભરૂચ, તા.ર૬
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે ત્યારે રાજકારણ દરેક ક્ષેત્રે ગરમાયું છે ગુજરાત રાજપૂત હિત વર્ધક મંડળ દ્વારા જિલ્લા ભાજપના પ્રમુખ સત્કાર સમારોહ યોજાયો હતો જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ સંદીપ માંગરોલાની હાજરીથી અનેક અટકળો ઊભી થવા પામી છે પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત રાજપૂત હિત વર્ધક મંડળ દ્વારા ભાજપના નવનિયુક્ત પ્રમુખ મારૂતિ સિંહ અટોદરીયાનો સત્કાર સમારોહ યોજાયો હતો જેમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલ સિંહ રાણા ભાજપમાં બળવો કરી અપક્ષ ચૂંટણી લડનાર માજી શિક્ષણ મંત્રી ખુમાનસિંહ વાંસિયા રાજ્યસભાના સાંસદ ભરતસિંહ પરમાર ગણેશ સુગરના માજી ચેરમેન સંદીપ માંગરોલા સહિત રાજપૂત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીકમાં હોય જિલ્લા ભાજપ પ્રમુખના સત્કાર સમારોહમાં કોંગ્રેસના સેનાપતિની હાજરીથી રાજકીય અનેક અટકળો ઊભી થવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચ શહેરમાં ગતરોજ કોંગ્રેસના એક જૂથ દ્વારા બંધબારણે એક મોટી બેઠક બોલાવી કોર્પોરેશનની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસ માટે મુશ્કેલીઓ વધારી છે ત્યારે રાજપૂત સમાજના કાર્યક્રમમાં ભાજપ જિલ્લા પ્રમુખના સત્કાર સમારોહના બેનર હેઠળ આયોજિત કાર્યક્રમમાં પરિમલ સિંહ રાણા તેમજ સંદીપ માંગરોલાની હાજરીથી આગામી દિવસોમાં કોંગ્રેસમાં વાદ વિવાદનો વંટોળ ઊભો થઈ તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે જોકે કેટલાક કોંગ્રેસીઓના મત અન્વયે રાજપૂત હિત વર્ધક મંડળના કાર્યક્રમમાં બેનર ભલે જિલ્લા ભાજપ પ્રમુખના સત્કાર સમારોહનું હોય પરંતુ કાર્યક્રમમાં રાજકીય ક્ષેત્રે ઉચ્ચ પદ હાંસલ કરનાર રાજપૂત સમાજના દરેક આગેવાનોનો સન્માન કરવાનુ આયોજન હોય જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કાર્યક્રમમાં હાજરી આપી હતી
Recent Comments