ભરૂચ, તા.૩૦
સરકાર દ્વારા હાલ તો વાહનો દ્વારા આપવામાં આવતા પ્રદૂષણને મામલે લઈને ઉઠેલી ફરિયાદોના આધારે બાયોડીઝલ દ્વારા ચાલતા વાહનોથી પ્રદૂષણ વધુ થતો હોવાથી આવા ડીઝલનું વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવીને તમામ બાયોડીઝલ પંપ બંધ કરવાનો આદેશ કરીને તેના વેચાણ પર પ્રતિબંધ મૂકતા ભરૂચ જિલ્લા કલેકટર દ્વારા પણ આજે નેશનલ હાઇવે પર આવેલા આવા બાયોડીઝલ પંપ બંધ કરાવતા પંપ સંચાલકો રોષે ભરાયા હતા. તેમણે ગુસ્સો વ્યક્ત કર્યો હતો કે જો આ ડીઝલ પ્રદૂષણ થતું હતું તો પછી અમોને પણ કેમ મંજૂરી આપવામાં આવી કેમ અમારો લાખો રૂપિયાનો ખર્ચ કરાવીને બાયો ડીઝલ પંપ નાખવા લીધા તેમજ બીજા ડીઝલ પંપ કરતા અમારૂં ડીઝલ સસ્તુ હોવાથી વાહનચાલકો વધુ ખરીદતા હતા જેને લઈને સરકાર દ્વારા અન્ય ડીઝલ ટેમ્પો અને પેટ્રોલ પંપના સંચાલકોની વાતમાં આવી આ નિર્ણય લીધો છે તે ખરેખર અમારા માટે દુઃખદ છે. ગુજરાતમાં હજારો બાયોડીઝલ પંપના સંચાલકો બેરોજગાર બની જશે અને જેને લઇને અમારા પરિવારજનોને ભરણપોષણનો પણ મામલો ઊભો થશે જેને લઇને અમારા સખત વિરોધ છે.