ભરૂચ, તા.૨૬
ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજરોજ નબીપુર જિલ્લા પંચાયત હસ્તકના સામલોદ ભરથાણા ઉપરાલી શહીદ ગામોમાંથી સો ઉપરાંત યુવા આગેવાનોએ કોંગ્રેસનો ખેસ ધારણ કરી કોંગ્રેસમાં વિધીવત એન્ટ્રી કરી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા પંચાયત સદસ્ય શકીલભાઈ અકુજીના અથાગ પ્રત્યનથી ઉપરાલી, સામલોદ, ભરથાણા તેમજ આજુબાજુ અન્ય ગામોમાંથી ૧૦૦ વધારે આગેવાનો એ કોંગ્રેસ નો ખેસ ધારણ કરી કોંગ્રેસ માં વિધિવત પ્રવેશ કર્યો હતો.આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, ભરૂચ તાલુકા પ્રમુખ સલીમભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ સમિતિના ઉપપ્રમુખ યુનુસભાઈ પટેલ, યુવક કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણ, સંદીપભાઈ માંગરોલા, હસુભાઇ પટેલ તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.