યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ટ્રસ્ટ ભરૂચ દ્વારા ૭૪મા સ્વાતંત્ર પર્વની ઉજવણી શહેરની ઐતિહાસિક જુમ્મા મસ્જિદના પ્રાંગણમાં આન બાન શાનથી કરવામાં આવી હતી. આ પ્રસંગે કે.કે. રોહિત, ડોક્ટર મોહંમદ શફી, ઈકબાલ હવાલદાર, સલીમ લાકડાવાલા, અબ્બાસ પટેલ, ડોક્ટર શબ્બીર, દેશમુખભાઈ, મોઅઝઝમ બોમ્બેવાલા, ભરૂચના નાયબ કાઝી ઉપરાંત યુવાનોની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવી ધ્વજારોહણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.