ભરૂચ, તા.૧૦
ભરૂચ નગરપાલિકા દ્વારા આવકનું પ્રમાણપત્ર મેળવવા ભારે તકલીફ પડી રહી છે જે અંગે સામાજિક કાર્યકર અબ્દુલ કામઠી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ઓઘઆવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા લોકો સૌ પ્રથમ નગરપાલિકાના સભ્ય પાસે જાય છે. જ્યાં તેઓ ચિઠ્ઠી લખી આપતાં તેઓ નગરપાલિકા ખાતે આવે છે. પરંતુ નગરપાલિકા તંત્ર દ્વારા વાસ્તવિક આવકનું પ્રમાણપત્ર આપતાં નથી અધિકારીઓ જણાવે છે કે, વાર્ષિક રૂા.૧.૨૦ લાખની નીચે આવકનું પ્રમાણપત્ર આપી ન શકાય. એટલે કે કોઈ પણ કુટુંબની વાર્ષિક આવક રૂા.૧.૨૦ લાખ છે જ એનો અર્થ એમ થાય કે માસિક રૂા.૧૦ હજાર જેટલી આવક દરેક કુટુંબની છે જ પરતું ગરીબ લોકોની આટલી આવક નથી જો તેઓને વાર્ષિક રૂા.૧.૨૦નું પ્રમાણપત્ર આપવામાં આવે તો તેમને ઘણી યોજનાનો લાભ ન મળે આવનાર દિવસોમાં આ બાબતે નગરપાલિકા ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવશે, એમ પણ અબ્દુલ કામઠીએ જણાવ્યું હતું.
Recent Comments