(સંવાદદાતા દ્વારા) ભરૂચ, તા.૧૪
ભરૂચ ભાજપના ગઢ સમાન ચકલા વિસ્તારની હનુમાન શેરીમાં સ્થાનિક ભાજપના કોર્પોરેટરોથી ત્રસ્ત નગરજનોએ વિવાદાસ્પદ બેનરો લગાવી વિરોધ વ્યક્ત કરતાં રાજકારણમાં હડકંપ વ્યાપી જવા પામ્યો છે. ભાજપમાંથી રાજપા રાજપામાંથી કોંગ્રેસ અને કોંગ્રેસમાંથી પુનઃ ભાજપમાં ઘરવાપસી કરી ચૂકેલા વોર્ડ નં.૧૧ના કોર્પોરેટર મારૂતિસિંહ અટોદરિયાના ગઢ ગણાતા હનુમાન શેરી, ચકલા વિસ્તારમાં આજરોજ સ્થાનિક રહીશોએ સમસ્યાઓથી ત્રસ્ત બની બેનરો લગાવી પોતાનો રોષ ઠાલવ્યો હતો. બેનરમાં જણાવ્યા અનુસાર વોર્ડ નં.૧૧મા વિકાસના કામો માત્ર કાગળ પર બતાવી નગરસેવકો તથા ધારાસભ્યએ મોદી સાહેબ સુધી ખોટી નામના મેળવી છે અને ભાજપ સરકારની છબી ફેંકુ સાબિત થઈ છે તે હાલત જોતા દેખાઈ આવે છે તેમ ઉલ્લેખ કરાયો છે.
ભરૂચ ભાજપ કોર્પોરેટર અટોદરિયાના ગઢમાં વિવાદાસ્પદ બેનરો લાગ્યા

Recent Comments