(સંવાદદાતા દ્વારા) ભરૂચ,તા.૩૧
ભરૂચ શહેરનો માછીમાર સમાજ દ્વારા નર્મદા નદીને બચાવવા માટે “નર્મદા ઔર કિસાન બચાવો જંગ” યાત્રાનો પ્રારંભ કરી ઈન્દોર ખાતે જઈ નર્મદા કન્દોલ ઓથોરિટીને રજૂઆત કરી ધરણા પ્રદર્શન કરશે.
ભરૂચ જિલ્લામાં એક સાથે બન્ને કાંઠે વહેતી નર્મદા આજે છેલ્લા છ મહિનાથી ગટરની જેમ વહી રહી છે. સરદાર ડેમમાંથી પાણી નહીં છોડતા નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ નહીવત છે. ત્યારે ભરૂચ જિલ્લાનો માછીમાર સમાજે અગાઉ પણ આ મામલે નર્મદા નદીમાં પાણી છોડવા રજૂઆત કરી હતી. માછીમાર સમાજે ભરૂચ શહેરમાં નર્મદા નદી બચાવો નામે મહારેલી યોજી આવેદન પત્ર આપ્યા હતા. તેમ છતાં આપણી સરકારે માછી સમાજની વાત નહીં માનતા અને સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા તા.ર૯થી ૪/૬/૧૮ સુધી નર્મદા ઔર કિસાન બચાવો જંગ નામે યાત્રા શરૂ કરી છે. રાત્રીના ૬૦થી વધુ માછી સમાજના આગેવાનો બહેનો આ યાત્રા માટે આગળ થતા હતા. આ તેઓ દ્વારા આગામી તા.૪/૬/૧૮ના રોજ મધ્યપ્રદેશ ખાતે ઈન્દોર ખાતે આવેલ નર્મદા કન્દોલ ઓથોરિટીની કચેરીએ જઈને નર્મદા નદીમાં પાણી છોડવા માટેની રજૂઆત કરશે માછી સમાજના આગેવાનો એ આ મામલે આક્રોશ પૂર્વક જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી અમે સરદાર ડેમમાંથી પાણી છોડવાની માગણી કરીએ છીએ પરંતુ ગુજરાત સરકાર કે અન્ય સરકારો અમારૂં નહીં સાંભળતા અને એ મધ્યપ્રદેશ ખાતે જઈ નર્મદા કન્દોર ઓથોરિટીની કચેરી એ જઈને સમર્થકો સાથે ધરણા કરી રહ્યું હતું. નર્મદામાં પાણી છોડવાની માગણી કરીશું