(સંવાદદાતા દ્વારા) ભરૂચ,તા.૧૭
ભરૂચ જિલ્લામાં આજે સત્તાવાર રીતે થયેલી જાહેરાતમાં વધુ ચાર જેટલા લોકોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા કુલ ર૧ પર આંક પહોંચ્યો હતો જ્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગના તબીબ અને ત્રણ લેબ ટેકનીશીયનને કોરોના પોઝિટિવના રિપોર્ટથી તંત્રમાં હડકંપ મચી ગયો છે. ભરૂચ જિલ્લામાં આજે કોરોના વાયરસથી સંક્રમિત થયેલા લોકો મળી કુલ આંક ર૧ પર પહોંચી ગયો હતો. આજે સવારે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ગાયનેક વિભાગનાં તબીબ તથા ૩ લેબ ટેકનીશિયનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં બે નર્સના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે વાલીયાથી આવતા બે લેબ ટેકનીશિયન કે જેઓ વાલીયા ખાતે રહે છે. તે તથા આલ્ફા સોસાયટીમાં રહેતા એક લેબ ટેકનીશીયન અને ગાયનેક તબીબનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તમામને કોવિડ-૧૯ જયબેન હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે ભરૂચ સિવિલના કુલ ૬ લોકો હવે કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.