(સંવાદદાતા દ્વારા) ભરૂચ,તા.૩૦
ભરૂચ જિલ્લામાં જીવીકે ઈએમ આર આઈ ૧૦૮ ઇમરજન્સી સેવાના કર્મચારીઓ પણ દિવસ અને રાત લોકોની સેવા માટે કાર્યરત છે તેમાં પણ વિશેષ હાલમાં રમજાનનો પવિત્ર માસ શરૂ થયેલ છે આ પવિત્ર માસની અંદર મુસ્લિમ ભાઈઓ અલ્લાહની ઇબાદત કરતા હોય છે. તેના જ ભાગરૂપે ભરૂચ જિલ્લામાં ૧૦૮ ઈમરજન્સી સેવામાં કાર્યરત મુસ્લિમ ભાઈઓ પણ આ પવિત્ર રમજાન માસમાં પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર કોરોના રૂપી મહામારી સામે લડત આપવા તેમજ લોકોનો જીવ બચાવવા માટે કટિબદ્ધ થયા છે આ પવિત્ર માસમાં જ્યારે નમાઝ પઢવા જવાનું હોય ત્યારે તેઓ મસ્જિદમાં જાય છે પરંતુ હાલની પરિસ્થિતિ જોતા તેઓ પોતાના કાર્યસ્થળ પર જ નમાજ અદા કરે છે અને માનવજીવન બચાવવા સંકલ્પ કરેલ છે. ભરૂચ જિલ્લાના લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે કટિબદ્ધ રહેવું અને લોકોને કોઇપણ મુશ્કેલી જણાય તો તરત જ તેમની વહારે જવું અને તેમના જીવ બચાવવા આ ઉમદા કામગીરીને ભરૂચ જિલ્લાના ૧૦૮ ઇમરજન્સી સર્વિસના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર તેમજ જિલ્લાના સુપરવાઇઝર અશોક મિસ્ત્રી એ કર્મચારીઓની કાર્ય નિષ્ઠાને બિરદાવી હતી.