(એજન્સી) નવી દિલ્હી, તા.૧૮
પતંજલિ ઉદ્યોગના સ્થાપક યોગ ગુરૂ બાબા રામદેવ પત્રકારોના પ્રશ્નોથી ભડકી જઈ તેમનો પિત્તો ગુમાવ્યો હતો.
ત્રણ પત્રકારો બાબા રામદેવની મુલાકાત કરી રહ્યા હતા ત્યારે આજતક ચેનલના પત્રકારે બાબા રામદેવ સામે બાથ ભીડવાનો નિર્ણય કર્યો હતો. પત્રકારે બાબાને પૂછ્યું કે તમે સ્વદેશી હોવાનો દાવો કર્યો છે અને વૈભવી વિદેશી ગાડીઓ અને વિમાનોમાં ફરો છો. તેમજ તમામ ચેનલો પર પતંજલિની જાહેરાતો આપો છે. આ ઉપરાંત ટેક્ષ બચાવવા ટ્રસ્ટો બનાવી જંગી મિલકત ભેગી કરી છે. આવા પત્રકારોના પ્રશ્ન સામે બાબા રામદેવ ભડક્યા હતા અને પત્રકારો પર પીત્તો ગુમાવ્યો હતો. બાબાએ કહ્યું કે તમે મારા પર આવા ઘોર ભ્રષ્ટાચારનો આરોપ મુકી શકો નહી. તમે ટેક્ષ ચોરીનો આરોપ મુકો છો તે પણ હું નહીં સહી લઉ. હું વૈભવી કાર કે વિમાનોમાં ફરતો નથી. હું એશારામ જિંદગી જીવતો નથી. તમારે પત્રકાર તરીકે રાજકીય વ્યક્તિ જેવી ભાષા ન બોલવી જોઈએ.
બાબા રામદેવ ર૦૧૪માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટેકેદાર અને પ્રચારના એક સાધન હતા. તેમણે પાછળથી અન્ના હજારેને પણ ટેકો આપ્યો હતો. હજારે પણ આરએસએસ દ્વારા કહેવાતી ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં ઉતારાયા હતા તેવો આરોપ લાગ્યો છે. બાબા રામદેવ વારંવાર ડૉ. મનમોહનસિંહ સામે ભ્રષ્ટાચારના આરોપો લગાવતા હતા. જે તમામ આરોપો ખોટા પુરવાર થયા જેમ કે ર-જી ગોટાળામાં કોર્ટે તમામને નિર્દોષ છોડ્યા.
રામદેવ દ્વારા કોંગ્રેસ શાસનમાં ભ્રષ્ટાચારના આરોપો સાથે અભિયાન ચલાવાયુ હતું. પરંતુ મોદી શાસનના ભ્રષ્ટાચારમાં તેઓ રહસ્યમય રીતે ચૂપ છે. તેમણે જનતાકા રીપોર્ટર સામે રફેલ સોદા અંગે બોલાવાનું ટાળ્યું હતું. ક્રોની કેપીટાલીઝમ અમિત શાહના નજીકના સગા સંડોવાયેલા હતા.