પાલનપુર, તા.ર૩
પાલનપુર ખાતે નારી સંરક્ષણ કેન્દ્રમાં લાખણીના શખ્સે પોતાની ઓળખ સગીરાના ભાઇ તરીકે આપી તેણીને ભગાડી જતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે નારી સંરક્ષણ કેન્દ્રના સંચાલિકાએ પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
પાલનપુર નારી સંરક્ષણ કેન્દ્રમાં એક શખ્સ પોતાની ઓળખ ભાઇ તરીકે આપી સગીરાને ભગાડી જવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગે પૂર્વ પોલીસ મથકના સૂત્રોએ જણાવ્યું હતું કે, પશ્વિમ બંગાળના ખારો નોર્થ પારાગાનાસ કુમરાકાશછ હાબરા ગામની મહેબુબા (ઉ.વ.૧૭) (નામ બદલ્યું છે)ને નારી સંરક્ષણ કેન્દ્રમાં રાખવામાં આવી હતી. દરમિયાન લાખણી તાલુકાના કોટડા ગામનો અલ્પેશકુમાર હકમાજી પંચાલ તા.૨૨-૭-૧૯ના રોજ નારી સંરક્ષણ કેન્દ્રમાં આવ્યો હતો અને પોતે આ સગીરાનો ભાઇ હોવાની ખોટી ઓળખ રજુ કરી હતી અને લગ્નની લાલચ આપી સગીરાને નારી સંરક્ષણમાંથી ભગાડી ગયો હતો. આ અંગેની જાણ થતાં નારી સંરક્ષણ કેન્દ્રના વર્ષાબેન નરસુંગભાઇ ચૌધરીએ પાલનપુર પૂર્વ પોલીસ મથકે જાણ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે અલ્પેશ પંચાલ સામે ગુનો નોંધી બંનેને શોધવા તપાસ હાથ ધરી છે.