(એજન્સી) મુંબઈ, તા.પ
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે સોમવારે મુંબઈમાં એક વિશાળ રેલીને સંબોધન કર્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટી વિકાસના મુદ્દા પર ચૂંટણી લડી શકતી નથી તેથી અંગ્રેજોની ‘ભાગલા પાછો અને રાજ કરો’ની નીતિનું અનુકરણ કરે છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, તેઓ તેમના દ્વારા નાગરિકોને અપાયેલા વચનો પૂરા કરવામાં નિષ્ફળ ગયા છે અને તેમનો પક્ષ ભારતના લોકોને ગેરમાર્ગે દોરી રહ્યો છે. અખિલેશ યાદવે માગણી કરી હતી કે, ચૂંટણી પ્રક્રિયા મતપત્રક વડે યોજાવી જોઈએ નહીં કે મશીન દ્વારા. તેમણે કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં પણ ખૂબ જ ઓછું ભણેલા પેટ્રોલપંપ સંચાલકો પેટ્રોલ પંપ મશીનમાં છેડછાડ કરીને ઓછું પેટ્રોલ આપે છે. તેમણે એટીએમ છેતરપિંડીનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે, જ્યારે આ બધુ થઈ શકે છે તો પછી ઈવીએમ સાથે પણ ચેડાં કરી શકાય છે. તેમના અડધા કલાક ચાલેલા ભાષણમાં યાદવે પક્ષના કાર્યકરોને અને સમર્થકોને ર૦૧૯ની સામાન્ય ચૂંટણીએ અને ર૦રરની યુપી વિધાનસભાની ચૂંટણીઓની તૈયારી કરવા માટે કહ્યું. આ ઉપરાંત તેમણે કહ્યું કે કાળા નાણાં અને ભ્રષ્ટાચાર દૂર કરવાના વચનો તેમજ જીએસટીનું અમલીકરણ બધુ જ નિષ્ફળ ગયું છે.
‘ભાગલા પાડો અને રાજ કરો’ એ ભાજપનો મંત્ર : અખિલેશ યાદવ

Recent Comments