(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૨૦
વડોદરા શહેર ભાજપના કાર્યકરોનો દારૂની મહેફીલ માણતો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો છે. વિડીયોમાં ભાજપના આ કાર્યકરો દારૂની નશામાં છાટકા થયેલા જણાઇ છે. જેમાં ભાજપનો ફલેગ પણ દેખાઇ છે. આ યુવાનો નશામાં ભારતમાતા કી જય… અને વંદે માતરમના નારા પણ લગાવે છે. દારૂની મહેફીલ કરતાં શખ્સોમાંથી એક શખ્સે આ વિડીયો બનાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ કાર્યકરોને કાયદાનો ડર હોઇ તેવું લાગતું નથી. જેથી વિડીયોને સોશ્યલ મિડીયામાં ફરતો કર્યો છે. ભાજપનો ફલેગ હોવાથી યુવાનો ભાજપના કાર્યકરો જ હોઇ તેવું લાગી રહ્યું છે.
પ્રાપ્ત થતી વિગત અનુસાર વડોદરા શહેર ભાજપના પાંચ કાર્યકરોનો દારૂની મહેફીલ માણતો વિડીયો હાલ સોશ્યલ મિડીયામાં વાયરલ થયો છે. જેમાં કાર્યકરોમાં મહેશ રાજ, ધવલ રાજ, શૈલેષ પરમાર, જીગ્નેશ પરમાર અને વોર્ડ નં.૪ના એસ.સી. મોરચાના ઉપપ્રમુખ કમલેશ રોહિતનો સમાવેશ થાય છે. આ કાર્યકરો દારૂની સાથે સાથે સીગારેટનો સેવન કરતાં પણ વિડીયોમાં દ્રશ્યમાન થાય છે.