(એજન્સી) નવી દિલ્હી, તા.૨૬
દિલ્હીમાં થયેલ હિંસામાં સામેલ લોકો સામે એફઆઈઆર દાખલ કરવા અને એમની ધરપકડની માગણી કરતી અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં આજે સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન કોર્ટે દિલ્હી પોલીસની ઝાટકણી કાઢી હતી. કોર્ટે કહ્યું કે, દિલ્હી પોલીસે હજી સુધી ઉશ્કેરણીજનક ભાષણોનો વીડિયો પણ નથી જોયો. દરમિયાનમાં કોર્ટમાં કપિલ મિશ્રા, અનુરાગ ઠાકુર અને પ્રવેશ વર્માના વીડિયો પણ રજૂ કરાયા હતા. પોલીસે કહ્યું કે, એમણે કપિલ મિશ્રાનો વીડિયો જોયો નથી. આ સામે કોર્ટે વીડિયોમાં પોલીસની બાજુમાં ઊભેલ વ્યક્તિ બાબતે પૂછ્યું અને કપિલ મિશ્રા સામે ઊભા રહેલ પોલીસ અધિકારીનું નામ પણ પૂછ્યું. દિલ્હી હાઈકોર્ટે કહ્યું, અમે દિલ્હીમાં એક અન્ય ૧૯૮૪ થવા દઈશું નહીં. હિંસાને રોકવા કડક પગલાં લેવાની જરૂર છે. લોકોને વિશ્વાસ હોવો જોઈએ કે, તેઓ સુરક્ષિત છે. લોકો સાથે વાતચીત કરી સામાન્ય પરિસ્થિતિ જાળવવા પ્રયાસો કરવામાં આવે. શાંતિકમિટીઓ બનાવી લોકો સાથે વાતચીત કરે. કોર્ટે કહ્યું કે, દિલ્હી સરકાર પીડિતો માટે વળતર સુનિશ્ચિત કરે. વડા અધિકારીઓએ તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં જવું જોઈએ. હાઈકોર્ટે આ વાતો દિલ્હી પોલીસ દ્વારા દાખલ કરાયેલ અરજીની સુનાવણી વખતે કહી હતી. એમાં માગણી કરાઈ હતી કે, સીએએને લઈ ઉત્તર-પૂર્વ દિલ્હીના અમુક ભાગોમાં કોમી હિંસામાં તોફાનીઓ સામે એફઆઈઆર દાખલ કરવા અને એમની ધરપકડ કરવા પરવાનગી આપવામાં આવે. જજ એસ. મુરલીધર અને જજ તલવંતસિંહની બેંચે કહ્યું કે, તથ્યોની માહિતી ધરાવતા વરિષ્ઠ અધિકારી કોર્ટમાં હાજર રહે. જો કે, હાઈકોર્ટે એ પણ કહ્યું કે, પોલીસે હિંસાના સમયે કોર્ટના નિર્દેશોની જરૂર હોતી નથી અને એમણે પોતે જ નોંધ લઈ કાર્યવાહી કરવી જોઈએ. કોર્ટે કહ્યું, આ ખૂબ જ અનિવાર્ય છે.
ભાજપના નેતાઓના નફરત ફેલાવનાર ભાષણોને લઈ જજ મુરલીધરે મોદી સરકારની ઝાટકણી કાઢતા દિલ્હી હાઈકોર્ટમાં દલીલો

Recent Comments