(એજન્સી) તા.પ
પેજ પ્રમુખ અને પેજ સમિતિની નિમણૂકોમાં ગોટાળો
નિયમ પ્રમાણે ઘરના એક જ વ્યક્તિ સમિતિનો ભાગ બની શકે છે. પરંતુ ધારાસભ્ય જગદીશ પંચાલે પોતાને અને તેમના પુત્રને સભ્ય તરીકે નિયુક્ત કર્યા, જ્યારે ધારાસભ્ય રાકેશ શાહે પોતાને અને તેમની પત્નીની નિમણૂક કરી છે. સત્તાધારી ભાજપે ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણી ને નજરમાં રાખીને પેજ પ્રમુખ અને પેજ સમિતિના સભ્યોની નિમણૂક માટે વિશેષ ઝુંબેશ શરૂ કરી છે, ત્યારે પક્ષના બે ધારાસભ્યો નિમણૂકો માટે નક્કી કરેલા નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા. શહેર ભાજપના પ્રમુખ અને નિકોલના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માએ પોતાને અને તેમના પુત્રને સમિતિના સભ્યો તરીકે નિયુક્ત કર્યા હતા જ્યારે પૂર્વ શહેર પ્રમુખ અને એલિસબ્રિજ ધારાસભ્ય રાકેશ શાહે તેમની પત્નીનું નામ સૂચિમાં ઉમેર્યું હતું. પક્ષના પરિપત્રમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, ઘરના એક જ વ્યક્તિને પેજ સમિતિના સભ્ય બનાવી શકાય છે. બંને સભ્યોની તસવીરો ભાજપના સભ્યો દ્વારા સંચાલિત વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થઈ છે. જ્યારે આ મામલે સવાલ કરવામાં આવ્યા ત્યારે વિશ્વકર્માએ કહ્યું, “આ ઉઠાવવા લાયક મુદ્દો નથી કારણ કે મારે છ સભ્યોનો સમાવેશ કરવો જરૂરી છે. જો મારી સોસાયટીમાં ૫ કેઆર ૬ ઘરોમાંથી સભ્યો ન મળે તો મારે શું કરવું ?’’ દરમિયાન, રાકેશ શાહે મિરરને કહ્યું, “પેજ સૂચિમાં અગાઉના ૪૮ સભ્યોની સૂચિ સામે ૩૦ મતદારો જ છે. આ કિસ્સામાં ફક્ત પાંચ ઘર જ એક પેજનો ભાગ છે. તેથી, અમે મારી પત્નીને સભ્ય બનાવ્યા છે. મારી પાસે છુપાવવા માટે કંઈ નથી કારણ કે બધું ખુલ્લું છે. “ભાજપના રાજ્ય એકમ અધ્યક્ષ સી.આર. પાટિલે મિરરને કહ્યું, “આ માન્ય નથી. એક ઘરમાં ફક્ત એક જ સભ્ય હોવો જોઈએ.”
– નિકુંજ સોની
(સૌ. : અમદાવાદ મિરર)
Recent Comments