મોંડલને છુટાછેડા આપવાની ધમકી આપી, કહ્યું – તૃણમૂલે મારી પત્ની ચોરી લીધી
(એજન્સી) તા.૨૧
પશ્ચિમ બંગાળમાં અમિત શાહ ને મમતા બેનર્જીની રાજ રમત શરુ છે. ટીએમસીના ઘણા બધા નેતાઓ ભાજપમાં જોડાયા છે. ત્યારે હવે ભાજપમાંથી ટીએમસીમાં આવવાની શરુઆત થઇ છે. જેની શરુઆત ભાજપના સાંસદ સૌમિત્ર ખાનની પત્ની સુજાતાએ કરી છે. સુજાતા સોમવારે ભાજપ છોડીને ટીએમસીમાં જોડાયા હતા. પત્નીના આ નિર્ણયથી નારાજ થયેલા ભાજપ સાસંદ સૌમિત્ર ખાને તેને છુટાછેડા આપરવાની તૈયારી કરી છે. સૌમિત્ર ખાન પત્ની સુજાતાને છુટાછેડાની નોટિસ મોકલશે. તેની સાથે જ સુજાતાના ઘરની સુરક્ષા માટે જે જવાનો તહેનાત કરવામાં આવ્યા હતા તેને પણ હટાવી લેવામાં આવ્યા છે. એવું જાણવા મળી રહ્યું છે કે સૌમિત્ર ખાન અને સુજાતા વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી મતભેદ હતા. પડદા પાછળ ચાલી રહેલા આ લડાઇ હવે ખુલીને સામે આવી છે. પત્નીના ભાજપમાંથી ટીએમસીમાં જોડાવા પર સૌમિત્ર ખાને જણાવ્યું કે એ વાત સાચી છે કે અમારા પરિવારમાં મતભેદ છે. પરિવારમાં તો ઝગડો પણ થઇ શકે છે, પરંતુ તેને રાજનૈતિક રુપ આપવું યોગ્ય નથી. મને એ વાતનું દુખ છે કે હું ભાજપમાં જોડાયો તેના કારણે તેની નોકરી જતી રહી. મને આ વાતની પીડા પણ છે કે સુજાતા પોતાની રાજનૈતિક મહત્વાકાંક્ષા માટે ટીએમસીમાં જોડાઇ ગઇ છે. ભાજપના સાંસદ સૌમિત્ર ખાને કહ્યું કે તેણે સારો નિર્ણય કર્યો હશે, પરંતુ મારા માટે પાર્ટી મહત્વપૂર્ણ છે અને અમારી જીત માટે મોદીજી જવાબદાર છે. યુવા મોર્ચાને અમારી જરુર છે. ભાજપ એ કોઇ પારિવારિક પાર્ટી નથી. તમે ભાજપના સાંસદની પત્નીના રૂપમાં સન્માનિત હતા. તમે મને મત અપાવ્યા અને મારી જીતની ભાગીદાર પણ છો. ટીએમસી પરિવારોને તોડી શકે છે પરંતુ હવે હું સુજાતાને મારા નામ ને ઉપનામમાંથી મુક્ત કરૂ છું. તેમણે કહ્યું કે તૃણમૂલ કોંગ્રસે મારી પત્ની ચોરી લીધી છે.
Recent Comments