(એજન્સી) મુંબઈ, તા. ૬
શિવસેના સાંસદ અને વરિષ્ઠ નેતા સંજય રાઉતે એવું કહ્યું છે કે ભાજપને ૨૦૧૪ ની ૨૮૦ બેઠકોમાંથી ૨૦૧૯ માં ૧૦૦ બેઠકો ઓછી મળશે. એક ખાસ મુલાકાતમાં ભાજપ પર આડકતરી રીતે નિશાન સાધતાં તેમણે કહ્યું કે જો તમે સત્તાનો દુરપયોગ કરીને સેના માટે મુશ્કેલી ખડી કરવાનો પ્રયાસ કરશો તો આવો પ્રયાસ નિષ્ફળ સાબિત થશે. સરકારી એજન્સીઓનો દુરપયોગ કરીને બહુ બહુ તો તમે અમને જેલ મોકલી શકો અથવા અમને ગોળી મારી શકો. અમે તેને માટે તૈયાર છીએ. રાઉતે એવું પણ કહ્યું કે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને વડાપ્રધાન મોદી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજયેપીથી તદ્દન અલગ છે. તેમણે કહ્યું કે વાજપેયીએ પ્રત્યાયન રાજનીતિનો અમલ કર્યો છે.
શિવસેનાને ભાજપ સાથે છેડો ફાડવાનો કોણે ફરજ પાડી ?
ગઠબંધન તોડવાનો અમારી પર આક્ષેપ થાય છે. પરંતુ વાસ્તવમાં ૨૦૧૪ માં સૌથી પહેલા ભાજપે ગઠબંધન તોડવાનો પ્રયાસ કર્યો હતો. તેથી ફક્ત અમે જ ગઠબંધન તોડવાનો પ્રયાસ કર્યો તેવું કહેવું ખોટું છે. તેમણે કહ્યું કે ઘણી બધી વખતે ભાજપે ૧૦૦ ટકા ભાજપ શાસનની અનેક વાર વાતો કરી છે. તમારે સમજવું જોઈએ કે ગઠબંધન તોડનાર શિવસેના નહીં પરંતુ ભાજપ ખુદ છે. તેમણે કહ્યું જો ભાજપને એવી આશા હોય કે તેને લોકસભાની ૫૪૩ બેઠકોમાંથી ૫૦૦ બેઠકો અને મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૮૮ બેઠકોમાંથી ૨૦૦ બેઠકો મળી જશે, તો અમારી તેમને શુભેચ્છા.
૨૦૧૯ માં લોકસભાની અને ત્યાર બાદ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે આ વાતને તમે કેવી રીતે મૂલવો છો ?
મહારાષ્ટ્રની સ્થિતિ અસ્થિર છે. ભાજપ સત્તા પર છે પરંતુ લોકોને ઠગાયા હોવાનો અહેસાસ થયો છે. વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપને મળેલી સફળતાઓને તેની વિચારધારાના વિજય તરીકે જોવાની જરૂર નથી. તેમણે કહ્યું કે ભાજપે અત્યાર સુધીમાં કર્યું છે શું, બીજી પાર્ટીઓના ગુનેગારોને પોતાનામાં ખેંચી લાવી. ભાજપને ગમે તે ભોગે જીત જોઈએ છે. ભવિષ્યમાં પણ ભાજપ આ જ પ્રપંચનો સહારો લેવાની છે. વાસ્તવમાં લોકો શિવસેનામાં સામેલ થવા તૈયાર છે પરંતુ અમારી પાર્ટીને તેમાં કોઈ રૂચિ નથી. ભાજપ હિન્દુત્વના સહારે ઘણા બધા રાજ્યોમાં સત્તા પર આવી છે.
પરંતુ શું તમને લાગે છે કે સેનાનો નિર્ણય હિન્દુત્વ વોટબેન્કને વિભાજીત કરશે કારણ કે મહારાષ્ટ્રમાં આગામી ચૂંટણીઓ તિરંગા અને ચાર સ્તરીય સ્પર્ધા પર યોજાશે.
મને નથી લાગતું કે ભાજપે હિન્દુત્વનો પ્રચાર કરતું કોઈ સંગઠન રહ્યું નથી. તેથી ભાજપ અમારા એજન્ડામાં જરા પણ આગળ વધ્યું નથી. કોમન સિવિલ કોડ, કલમ ૩૭૦ ને દૂર કરવી, રામ મંદિર અથવા પાકિસ્તાન અધિકૃત કાશ્મીર જેવા મુદ્દે ભાજપે શું કર્યું છે. આપણે આ તમામ મુદ્દાઓ કોર્ટને સોંપી રહ્યાં છીએ. આપણે મંદિર મુદ્દાને કોર્ટ ઉપરાંત કોર્ટમાં મોકલી રહ્યાં છે. હિન્દુત્વના એક કટ્ટર પ્રચારક તરીકે અમારા મનમાં ઘણા સવાલો છે.
આજે કાશ્મીર ખીણની પરિસ્થિતિ કેમ કાબૂ બહાર જઈ. શા માટે હજુ સુધી કલમ ૩૭૦ હજુ સુધી દૂર થઈ નથી. કાશ્મીરમાં મહેબૂબા મુફતી સાથે સરકારની રચના કરવા કઈ રાષ્ટ્રવાદની પરિભાષા છે.
પરંતુ સવાલ એ છે કે ૧૯૮૯ માં હિન્દુત્વવાદી વોટબેન્કનું સર્જન કરવામાં આવ્યું તે હવે વિભાજીત બની છે તેનું શું.
શિવસેનાએ પહેલી વાર હિન્દુત્વ વોટબેન્કનું સર્જન કર્યું. ભાજપને જ્યારે ખબર પડી કે અમે હિન્દુત્વ વોટબેન્કનું સર્જન કર્યું છે ત્યારે તે અમારા સાથી બન્યો. અમારી તો એવી કદી પણ ઈચ્છા નહોતી કે આજે પણ નથી કે હિન્દુત્વ વોટબેંન્ક વિભાજીત થાય અને કોંગ્રેસ તેનો ફાયદો ઉઠાવી જાય.
શું તમને લાગે છે કે ભાજપ તેના સાથીઓ માટે ઉપયોગ કરો અને ફેંકી દો ની નીતિ અપનાવી રહી છે
હાલના સમયમાં નિર્માણ,સંચાલન અને ટ્રાન્સફર આધારે પ્રોજેક્ટનો અમલ કરવામાં આવતો હોય છે. પરંતુ ભાજપ દ્વારા જેનો અમલ કરવામાં આવી રહ્યો છે કે તે ઉપયોગ, સંચાલન અને પછી ફેંકી દેવાનું છે. સદનસીબે ભાજપ શિવસેનાને ફેંકી દેવામાં સફળ રહ્યું નથી. અમારા પાયો મજબૂત છે અને ફક્ત ચૂંટણીઓ લડવી અમારો એકમાત્ર હેતુ નથી.
પરંતુ હવે ભાજપ સાથે છેડ્યા બાદ ભવિષ્યની ચૂંટણીઓ માટે શિવસેના પાસે શું વિકલ્પ છે, ભાજપના ટોચના નેતાઓ માટે તમારી પાસે શું સૂચન કે સલાહ છે
અમે મનમાં વિકલ્પ ગોઠવીને રાજનીતિ કરતા નથી. અમારી પોતાની મેળે અને તાકાતે સરકારની રચના કરવી વિકલ્પ છે. શિવસેનાના આગામી મુખ્યમંત્રી જાહેર કરવા વિકલ્પ છે. પરંતુ જો ભાજપ સત્તાનો દુરપયોગ કરીને સેના માટે પરેશાની સર્જવાનો પ્રયાસ કરતો હોય તો આવો પ્રયાસ બુમરેંગ સાબિત થશે. તમે અમને જેલ મોકલી શકો અથવા તો અમને ગોળી મારી શકો. પરંતુ સરકારી એજન્સીઓનો દુરપયોગ કરીને બહુ બહુ તો તમે અમને જેલ મોકલી શકો અથવા તો અમને ગોળી મારી શકો.