(એજન્સી)
સુલ્તાનપુર તા. ૧૮
ભાજપાની મહારાષ્ટ્ર યુથ વિંગ માટે લાંબા સમયથી કામ કરી રહેલી મલ્લિકા રાજપુતે પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. મલ્લિકાએ ઉન્નાવ તથા કઠુઆ ગેંગરેપથી ક્ષુબ્ધ થઈને પોતાનું રાજીનામું આપ્યું છે.
તેમનું કહેવું છે કે, પાર્ટીના ધારાસભ્યો આવી વાહિયાત વારદાતોમાં સામેલ હોય અને ઉલટું પાર્ટી એને બચાવવાનો પ્રયાસ કરી રહી હોય એવી પાર્ટીમાં તેમને આબરૂનો ભય છે. મૂળ રીતે સુલ્તાનપુરમાં રહેતી મલ્લિકાએ મીડિયા સમક્ષ વાતની પુષ્ટિ કરતાં ભાજપાની કાર્યશૈલી પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. મલ્લિકા મહારાષ્ટ્રમાં રાજ્યસભા સાંસદ ઓમ માથુરની સાથે ભાજપ યુથ વિંગ માટે વર્ષોથી કામ કરી રહી છે.
તેણીએ કેટલીક ફિલ્મોમાં કામ કરવાની સાથે ઘણી ફિલ્મોની વાર્તાઓ અને ગીતો પણ લખી ચુકી છે.
મીડિયા સાથે વાતચીત કરતા મલ્લિકાએ જણાવ્યું કે, તેઓએ ભાજપથી રાજીનામું આપી દીધુ છે. તેમણે ભાજપા પર ગંભીર આક્ષેપો કરતાં કહ્યું કે, તેઓ ભાજપના રાજ્યસભા સભ્ય ઓમ માથુરની સાથે ભાજપ યુથ વિંગ માટે વર્ષોથી કાર્ય કરી રહી છે. પણ આજે તેઓ પાર્ટીને અલવિદા કહે છે. મલ્લિકાનું માનવું છે કે, ભાજપા સામ, ડામ, દંડ, ભેદની નીતિ પર કામ કરી રહ્યું છે. તેમણે સાથે એમ પણ કહ્યું છે કે, સામ અને ડામ તો ઓછું પણ દંડ અને ભેદની નીતિ પર વધારે કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, મને લાગે છે કે, મહિલા હોવાને લીધે હવે મને ભારતીય જનતા પાર્ટીમાં સુરક્ષિત મહેસુસ નથી થતું.