પાટણ,તા.પ
પાટણના જુના સર્કીટ હાઉસ ખાતે ધારાસભ્ય ડો. કિરીટ પટેલની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં પાલિકાના ઉપપ્રમુખ અને શહેર કોંગ્રેસ પ્રમુખ લાલેશ ઠક્કરે પોતે ભાજપમાં જોડાનાર હોવાની અફવાનું ખંડન કરી આગામી તા.૯ને સોમવારે કલેકટરની મંજૂરીથી શહેરના વિકાસને લગતા પ૪ કામો મંજૂર કરવા સામાન્ય સભા બોલાવવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપ- કોંગ્રેસના સભ્યોએ સર્વાનુમતે લાલેશ ઠક્કરની ઉપપ્રમુખ તરીકે વરણી કરી હતી. આ અગાઉની સામાન્ય સભામાં ૮૦ જેટલા કામો કોંગ્રેસના બહુમતી સભ્યોના વિરોધના કારણે પડતા મુકવામાં આવ્યા હતા. જેને લઈ ભાજપ દ્વારા કોંગ્રેસના સભ્યો શહેરનો વિકાસ સુધી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવતા ધારાસભ્ય ડો. કિરીટ પટેલની સુચનાથી કોંગ્રેસના ર૧ સભ્યોએ શહેરના વિકાસને લગતા ૮૦માંથી પ૪ કામો મંજૂર કરવા સામાન્યસભા બોલાવવા સહીઓ સાથે કલેકટરને લેખિત રજૂઆત કરી હતી. પાછળથી ભાજપના પણ પ્રમુખ સહિતના ૧૭ સભ્યોએ યાદી આપી હતી. જેને લઈ કલેકટર દ્વારા મંજૂરી આપવામાં આવતા આગામી તા.૯-૯-ર૦૧૯ને સોમવારે નગરપાલિકાની સામાન્ય સભા મળશે જેમાં કોંગ્રેસના ર૭ સભ્યો બહુમતીના જોરે આ વિકાસલક્ષી પ૪ કામો મંજૂર કરશે તેમ લાલેશ ઠક્કરે પત્રકારોને જણાવ્યું હતું.
ભાજપમાં જોડાવાની વાતને રદિયો આપતા લાલેશ ઠક્કર

Recent Comments