(એજન્સી) જયપુર, તા. ૧૫
રાજસ્થાન કૉંગ્રેસ અધ્યક્ષ અને ઉપ-મુખ્યમંત્રી પદથી હટાવવા આવ્યા બાદ સચિન પાયલટે પોતાનું મૌન તોડ્યું છે. એક વાતચીતમાં સચિન પાયલટે કહ્યું કે, હું સો વાર કહી ચુક્યો છું કે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ નથી થઈ રહ્યો. છેલ્લા ૫ વર્ષ દરમિયાન મે બીજેપીની વિરુદ્ધ લાંબી લડાઈ લડી છે. સચિન પાયલટે કહ્યું કે, “મે રાજસ્થાન કૉંગ્રેસનો ભાગ રહેતા બીજેપીની વિરુદ્ધ લડાઈ લડી છે અને રાજસ્થાનમાં કૉંગ્રેસ બનાવરાવી છે. જો કોઈ વ્યક્તિ અથવા પાર્ટી રાજદ્વારી ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરી રહી છે તો એ ના માની શકાય કે હું તેમની સાથે જોડાઈ શકીશ. સચિન પાયલટે કહ્યું કે, “જે લોકો કહી રહ્યા છે કે હું બીજેપીમાં સામેલ થવાનો છું, તે મારી છબિને ઝાંખી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મે ઉશ્કેરણી અને પદ છીનવ્યા બાદ પાર્ટીની વિરુદ્ધ એક પણ શબ્દ નથી કહ્યો. અમે ભવિષ્ય માટે અમારી રણનીતિ બનાવવા માટે જઇ રહ્યા છીએ.” પાયલટે કહ્યું કે, “મે ૧૦૦ વાર કહ્યું છે કે હું બીજેપીમાં સામેલ નથી થઈ રહ્યો. દિલ્હીમાં બેઠેલા લોકોમાં મગજમાં નાંખવા માટે વિરોધ કેમ્પનાં લોકો દ્વારા અફવા ફેલાવામાં આવી રહી છે. હું ઉતાવળ અને ચાલાકી નથી કરવા ઇચ્છતો.” ભવિષ્યને લઇને પ્રશ્ન પુછવા પર સચિન પાયલટે કહ્યું કે, “થોડોક માહોલ શાંત થવા દો. અત્યારે ૨૪ કલાક પણ નથી થયા. હું હજુ પણ કૉંગ્રેસ કાર્યકર્તા છું. મારે મારા સમર્થકો સાથે મારા પગલા પર ચર્ચા કરવી છે. હું પહેલા જ સ્પષ્ટ કરી દેવા ઇચ્છુ છું કે ભાજપા જોઇન નથી કરી રહ્યો.” કૉંગ્રેસ હાઇકમાન્ડ અથવા રાહુલ ગાંધીથી વાતચીતનાં પ્રશ્ન પર સચિન પાયલટે કહ્યું કે, રાહુલ ગાંધી હવે કૉંગ્રેસ અધ્યક્ષ નથી. તેમણે કહ્યું કે, “રાહુલે જ્યારે રાજીનામું આપ્યું ત્યારે ગેહલોતજી અને તેમના ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટીનાં દોસ્તોએ મારી વિરુદ્ધ મોરચો ખોલી દીધો. ત્યારથી મારા માટે આત્મસન્માન મુશ્કેલ થઈ ગયું.”